Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Digital life

On my birthday some nice thoughts . This article dedicated to young generation who stand on doorstep of new world.

Digital life:

શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે સંસાર સતત પરિવર્તનશીલ છે પરિવર્તન એ સંસાર નો નિયમ છે. ક્યારે પંગત માં બેસીને જમવાનો રીવાજ બુફે માં ફેરવાય ગયો એ આપણે પણ સમજી નથી શકતા. આજે લગ્ન સંસ્થા પણ living relationship માં ફેરવાતી જઈ રહી છે. એ જ રીતે પહેલાનું જીવન એ આજે Digital life માં કેવી રીતે પરિવર્તન થઈ ગયુ એ સમજવુ મુશ્કેલ છે. આમાં મુખ્ય કારણ એ જ કે જે સરળ, અનુકુળ અને ફાવે એવું હોય ગમતું હોય એને પહેલાં, તરત સ્વિકારી લેવાય. એ માનવ સહજ પકૃતિ છે. Digital life એક રીતે કોમ્યુનિકેશન જગતની ક્રાંતિ છે. Digital world એ માણસને માણસ ની બહુ નજીક લાવી દીધા. સંપર્ક અને સંવાદ બન્ને સરળ હાથવગા થઈ ગયા.ક્યાં ટપાલ ને પરબીડીયાનો જમાનો અને ક્યાં આજ નો મેલ નો જમાનો. Digital life માં મુખ્યત્વે Communication methods એ એક આખી નવી Digital Society નું સ્વરૂપ આપ્યું. Face book, twitter, whats up, mail these all are different type of digital communication methods. The benefit of this all are methods are its useable as personal as well as in group also. હવે હું જે કહેવા માંગું છુ એ મુખ્ય વાત અહી છે.

ઉપરની બધી Digital communication methods તમે અંગત રીતે વાપરો અને Group માં વાપરો તેમાં બહુ મોટો તફાવત છે. અંગત રીતે વાપરો એટલે તમે તમારા ઘરમાં સોફા પર, ખાટલા પર કે હિંચકે બેઠા બેઠા કોઈ ચોક્કસ વ્યક્તિ ની સાથે વાત કરો છો એવું થઈ ગયું જેમા બે વ્યકતિ સિવાય ત્રીજાને લેવાદેવા નથી. જ્યારે ગ્રુપમાં વાપરો એટલે તમે ગામના ચોળા પર કે ગલીના નાકા પર ટોળામાં ઉભા રહી Mass communication કરો છો. અને જ્યારે Mass communication ની વાત આવે ત્યારે you should to listen other persons opinion, arguments, question, views also. And it’s more important when you are a leader in the group. You should to listen a group. You cannot avoid it. હા…., પણ તમે ચોળા કે નાકા પર થી ઉભા થઈ જાવ મારે વાત નથી કરવી, મારે જવાબ નથી આપવો, તમે એ ચોળા કે ઓટલાને જ તોડી નાંખો કે કોઈ બેસે જ નહી, ભેગા થાય જ નહી. તો એ કોઈ પ્રશ્ર્નોનું નિરાકરણ નથી. તમારા ભાગી જવા થી, ઉભા થઈ જતા રહેવાથી કે ઓટલો, ચોળો તાડી નાંખવાથી બેઝીક પ્રશ્ર્નોનું નિરાકરણ તો આવતું જ નથી. પ્રશ્ર્નો તો ત્યાં જ છે.

વર્ગખંડ માં Professor Students સાથે Mass communication કરે છે. Professor ની સામે ચાળીસ થી પચાસ Students બેઠા હોય છે. Mass communication always both side, not one side. Two way communication its call freedom or democracy. One side communication mean king rules. હવે Professor એવું કહે કે હુ જે બોલુ એ જ તમારે સાંભળવાનું, તમે મારા કહેવા સાથે સહમત થાવ તો સારું નહી તો તમારો વાંક, મતલબ સહમત થાવ તો તમે સારા વિધ્ધાર્થી નહી તો ખરાબ, બાકી Professor તો સાચા જ. એ વાત ખોટી, Professor (leader) should be listen to students questions, arguments, and answer it, to solve it. Professor એવું ન કહી શકે હું તમને ક્લાસ માં થી બહાર કાઢી મુકીશ કે પછી એવું પણ ન કરી શકે આજ થી કોલેજ બંધ અને જે ફક્ત તેમનું સાભળે એવું personal ટ્યુશન ચાલુ. એના થી students ના મન નું, જીજ્ઞાશાનું સમાધાન થતું નથી. કે કોઈ પ્રશ્ર્નોનું નિરાકરણ થતું નથી. As same as in digital group communication if you are leader or you are admin of the group then you have to take responsibility of mass communication and handling it with justices. You cannot run away from questions. સંસાર ના પ્રશ્રનો થી ભાગી સાધુ થઈ જવું, ગીતામાં આવી વૃત્તિને પલાયનવાદ કે ભાગેડું વૃત્તિ કહ્યુ છે. એના થી કદાચ આપણે હંગામી ધોરણે પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકીએ પણ કાયમી ધોરણે નહી. To close the group or change the communication method from mass group communication to personal communication it’s not a leadership. તમે એવું ન કહી શકો……, ઉ….ઉ…ઉ….ઉ…મારે નથી રમવું, its like child behavior.

એક સરસ વાક્ય ફેસબુક માં જ વાચ્યું હતું. “ કોઈ છોકરી તમારી સાથે ફેસબુક માં Friend બને ત્યારે તમને એની સાથે લગ્ન થયા અવું ફીંલીંગ થાય કે ન થાય પણ જ્યારે એ છોકરી તમને ફેસબુકમાં થી Unfriend કરે ત્યારે છુટાછેડા થયા હોય એવું ફીંલીગ ચોક્કસ થાય “
વાત સાચી છે communication method ભલે ગમે તે હોય પણ એકબીજા થી જોડાયેલી વ્યક્તિ તો છેલ્લે જીંવત, સંવેદનશીલ માણસો જ છે અને એ ફીંલીગ જ માણસ હોવાનું પ્રુફ છે. બાકી જે સાધનો થી જોડાયેલા છે એ સાધન કોમ્પુટર, મોબાઈલ કે લેપટોપને એવું ફીલ નથી થતું. માણસ ને થાય. Digital mass communication group નો એક ફોયદો એ છે કે તમે ઉભા થઈ ભાગી જાવ મતલબ કે ગ્રુપ માં થી નીકળી જાવ, નીકાળી દો, કે ગ્રુપ જ બંધ કરી દો તો શારેરીક નુકશાન નથી થતું.પણ ઓટલે ચોળે કે નાકે તો મારામારી થઈ જાય.ઉભા થઈ ભાગો તો કોઈ પાછળ દોડી બોચી પકડે. જ્યારે Digital mass communication groupમાં તો જસ્ટ ડીલીટ ને વાત પુરી. કોઈ મોટુ નુકશાન નહી.

હમણા હમણા કેટલાંક અનુભવો થયા છે Digital life અને Digital society ને લગતા.
મારો એક મિત્ર Digital mass communication group માં એક Friend ગ્રુપ ચલાવે છે. તેમાં ઘણાં એવું કહી શકાય કે બુધ્ધીજીવીઓ, ચિંતકો, અને લાઇફના અનુભવી વ્યક્તિઓ જોડાયેલા છે. એક દિવસ વાલીયા ગામના એક શિક્ષકે કોઈ મામલતદાર નો એના તાલુકા લેવલ ના મહિલા કર્મચારી સાથે દાદાગીરી પુર્વક ગેરવર્તણુંક દાખવતો ઓડીયો મેસેજ સેર કર્યો. એક વડીલે ગ્રુપ માં જ તેમની સાથે ચર્ચા શરુ કરી. એક અનુભવી એવા વડીલનું મંતવ્ય હતું કે આ મેસેજ આ ગ્રુપ માં કેટલાં અંશે યોગ્ય છે કે એના થી શું ફોયદો થશે. આ મેસેજ યોગ્ય જગ્યાએ રજુ થવો જોઈએ. બસ પછી તો એ શિક્ષક નો ડીજીટલ ઝગડો શરૂ થઈ ગયો. મે મારો મત રજુ કર્યો શિક્ષક ને કહ્યુ કે તમારો મેસેજ આ ગ્રુપમાં એક માહીતી તરીકે સારો છે પણ જો તમે એવું ઇચ્છતા હોવ કે એ મહિલા કર્મચારીને ન્યાય મળે તો આ મેસેજ ક્લેકટર કે મિડીયા જેવી યોગ્ય જગ્યાએ રજુ થવા જોઈએ. અને આપણાં ગ્રુપમા એવું કોઈ નથી કે આ મેસેજ થી મહિલા કર્મચારી ને કંઈક મદદ કરી શકે. તમારો મેસેજ એક માહિતી તરીકે સારો છે. મારો મિત્ર ગ્રુપનો એડમીન છે તેને મને ટેલીફોનીક વાત માં કહ્યુ કે એ શિક્ષક ને જ ગ્રુપમાં થી કાઢી નાંખશે. મે મારા મિત્રને કહ્યુ એવુ ન કરાય. તારા થી શિક્ષકને કાઢી ન શકાય. જો એ શિક્ષકને ન ફાવે તો એ જાતે નિકળી શકે. બીજા ત્રીજા દિવસે શિક્ષકે ગ્રુપ પર ગુસ્સો ઠાલવતા ઠાલવતા ગ્રુપ છોડી દીધું. ઇગો ગણો, અંહકાર ગણો કે ગેરસમજ પણ એના થી પ્રશ્ર્નનું નિરાકરણ તો થયું જ નહી, ઉપર થી કોઈપણ વ્યકતિને જાણ્યા વગર, સમજ્યા વગર, અંગત પરિચય વગર કે રૂબરૂ મળ્યા વગર જ ઘણા બધાં ની ખોટી ઇમ્પ્રેશન મગજ માં લઈ શિક્ષક નીકળી ગયા. આ જે પણ એ શિક્ષકને મારા મિત્ર સિવાય અંગત કોઈ પરિચય મા નથી કે કોઈ ઓળખતું નથી. આ એક Side effect છે Digital mass communication group ની કે વ્યક્તિ લાંબા પરિચય માં આવ્યા વગર, વ્યક્તિગત ઓળખ્યા વગર, અનુભવ વગર માત્ર Digital communication થી બીજા વ્યક્તિઓ વિશે ખરી ખોટી છાપ મનમા લઈ ને જીવતા હોય છે.

બીજો એક અનુભવ હમણા થયો કે એક Digital mass communication group અચાનક એવાં કારણસર બંધ કરવામાં આવ્યુ કે આ ગ્રુપ માત્ર One side communication માટે હતું પણ ગ્રુપમાં both side mass communication, Even questions and discussion also by others , એવું થઈ રહ્યુ છે તો Communication ની આ method ને બદલી group closed કરી બીજી personal અને one side Communication ની method use કરવામાં આવશે. પણ મુખ્ય બાબત એ છે કે આ group communication method નો use કરતા પહેલાં જ ખબર હોવી જોઈતી હતી કે આ Method two way or group communication ની છે તો Discussion and Information sharing તો થવાનું જ. We cannot avoid it. હવે ઘણા લોકો આ ગ્રુપ માં આગળ કહ્યુ તેમ વાલીયા ગામના શિક્ષક જેવા જ હતાં કે જે કોઈ એકબીજા સાથે પરિચય મા નહી, કે ઓળખતા નથી. પણ માત્ર Digital communicationના base પર ઘણી ખરીખોટી ઇમ્પ્રેશન અને ગેરસમજ સાથે Group closed થઈ, one side personal communication method નો use શરૂ થયો. પણ Group closed થવાથી Group ના members ના પ્રશ્ર્નોનું નિરાકરણ તો થયુ જ નહી. ઉપર થી Two way communication method બંધ થઈ ગઈ. પ્રશ્ર્નો તો ત્યાં જ ઉભેલા રહ્યા. આ તો સંસારના પ્રશ્ર્નો થી ભાગી સાધુ થવા જેવી વાત થઈ. હવે આ બંધ થયેલા ગ્રુપની વિશેષતા એ છે કે આ કોઈ મિત્રોનું કે અંગત ગ્રુપ ન હતું. જો એવું હોત તો સંબધ પુરા એવું હતું, સંર્પક જ બંધ. પણ આ એક સામાજીક સંસ્થાનું ગ્રુપ હતું અને એની કમિટી એ સંસ્થાના બધા સભ્યો ને communication માટે mass communication ની method use કરવાના હેતુ થી group બન્યુ હતુ પણ કમિટીનો જે હેતુ હતો કે One side એના માટે આ Method ખોટી હતી. એતો કમિટીને પણ ખબર હોવી જોઈતી હતી કે જ્યારે આપણે mass communication group માં હોઈએ તો we should know that communication will be both side in this method.અને એમાં પણ જ્યારે કોઈ સંસ્થાને લગતુ હોય તો You are to be responsible for handling group, and dissolve any issue.

આજે આખી દુનિયા Digital mass communication તરફ વળી છે ભારત ના વડાપ્રધાનની પોતાની વેબસાઈટ છે ,ફેસબુક, ટીવ્ટર છે. જ્યાં દેશ નો કોઈપણ નાગરીક પ્રશ્ર્ન પુછી શકે, સજેશન રજુ કરી શકે, લાઇક કરી શકે, કોમેન્ટ કરી શકે. ગુજરાત ના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ટાઉનહોલ ચર્ચા કરે છે. તેમના ટીવ્ટર પર કોઈપણ પ્રશ્ર્ન પુછો મુખ્યપ્રધાન જવાબ આપશે. Its call effective use of digital two way communication method. દુનિયાની નેતાગીરીને એ વાત ની ખબર પડી ગઈ છે કે જો સારા નેતા બનવુ હોય તો માત્ર ભાષણ થી નહી ચાલે, તે માટે લોકો સુધી પોંહચવુ પડશે. લોકોને સાંભળવા પડશે. હવે એ જમાનો નથી રહ્યો કે હું નેતા છુ એટલે ફક્ત મારુ જ સાંભળો અને હુ કરુ તે કહું તે સાચું જ.

આપણી જનરેશન માટે હજુ સારુ છે કે જે સામાજીક પરિવર્તન છે એ બુફે જમવાનુ હોય કે Living relationship હોય કે પછી Digital World હોય પણ આપણે આ પરિવર્તન ના સાક્ષી છીએ. આ આપણે નજર સામે જોયું છે તો આપણે તફાવત અને ફાયદા ગેર ફાયદા સમજી શકીએ છે. પણ હવે પછી ની જનરેશન તે સીધી ડીજીટલ યુગમાં જનમશે એના માટે ગંભીર બાબત છે. સેલ્ફી ની ઘેલછા માં જીવ ગુમાવનાર ને ખબર જ નથી કે જીવનનું મુલ્ય શું છે. ભગવાને જીવન જોખમકારક જગ્યાઓ એ સેલ્ફી પાડી પ્રરાક્રમો કરવા માટે નથી આપ્યું. પણ કોઈની જીંદગી જોખમ માં થી બચાવવાના પ્રરાક્રમો કરવા માટે આપ્યું છે. ડીજીટલ સોસીયલ મિડીયા માં સંબધ રાખનાર, લાગણી વહાવનાર ને શું ખબર પડે કે સંવેદના એટલે શું ? એહસાસ અનુભુતી એટલે શું ? વરસાદ માં સાથે ભીંજાવુ એટલે શું ? સાથે બેસી કોઈ નદી ના કિનારે થી ઢળતા સૂરજ ને જોવો એટલે શું ? હાથમાં હાથ પળોવી કોઈ ઝાડ નીચે શાંતિની પળો માં લાગણી ને સેર કરવી એટલે શું ? પ્રેમ એટલે શું ? રેડીમેડ વાક્યો, ફોટા સેર કરવા થી લાગણી ને કે સંવેદનાઓને અનુભવી ન શકાય. મારા એક મિત્ર એ હમણાં સરસ એક ફોટો સેર કર્યો હતો કે જેમા ઘર ના બધાં જ નાના થી મોટા સભ્યો એક જ રૂમમાં પોતપોતાના Digital device માં ખોવાયેલા છે. સાથે નજીક હોવા છતાં રૂબરૂ પ્રત્યક્ષ સંવાદ અને સંવેદનશીલતા ની હારમોની નથી. This is fact of our digital life.
કહેવાય છે કે જો યોગ્ય સમયે,યોગ્ય માત્રા માં દારૂ પણ દવાનું કામ કરે છે. જો યાગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો Digitalization and Digital world પણ આર્શીવાદ રૂપ જ છે. Digital world આપણી લાઈફ માટે છે આપણી લાઈફ Digital world માટે નથી.

ફરી ખોવાય જઈએ…..

ચાલ જવા દે હવે …….
સ્નેહ સળગાવી ને,
ચાલ સમાજ માટે સંસ્કારી થઈ જઈએ
પોતાના હાથે દીલ પોતાનું તોડી
ચાલ દુનિયાવાળા માટે દુનિયાદાર થઈ જઈએ
અસમજ છે એ લોકો પ્રેમ વીશે
ચાલ એની માટે આપણે જ સમજદાર થઈ જઈએ
વેપાર જ કરે છે લાગણીઓ નો જીવનભર આ દુનિયા
ચાલ એની માટે દુકાનદાર થઈ જઈએ
બે કદમ સાથે ચાલ્યા બહુ થઈ ગયું
ચાલ પાછા ટોળા મા દોડનાર થઈ જઈએ
એક ન થઈ શક્યા કંઈ નહી
ચાલ દુનિયા આખી જેને પુજે છે એ રાધેશ્યામ થઈ જઈએ
નિભાવી ન શકીયે વચન ને તો વાંધો નહી
ચાલ વચન ના તોડનાર થઈ જઈએ
કરી નથી શકતા પોતાની સાથે વફા તો શું થયું
ચાલ પોતાનાઓ માટે વફાદાર થઈ જઈએ
મળ્યા હતા કલ્પનાઓ ના એકાંત મા
ચાલ ફરી એ એકાંત મા જ ખોવાય જઈએ
– એકાંત

Anamat – Condition on 25-08-2015 in Ahmedabad.

– આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે અમારે ત્યાં રોકાણ કરો. Come make in India. ગુજરાત વિકાશનું મોડલ દર્શાવાયું છે. ગુજરાતમાં ગ્લોબલ સુમિત થઈ છે કરોડો ના એમઓયું સહી થયા છે. આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે કે અમારી પાસે યુવાન મેન પાવર છે, બ્રેન પાવર છે. દુનિયાના સૌથી વધુ યુવાનો અમારી પાસે છે. મારા પ્રશ્ર્નો છે ગુજરાતના યુવાનોને ..
શું આવા છે આપણા યુવાનો…? જે બધું જાણવા છતાં અરાજકતા ફેલાવે… , જે વગર વિચારીયે, વગર જાણીએ કોઈ પણ ઉશ્કેરાટમાં આવી ગમે તેવી નેતાગીરીને અનુસરે…, જે જાણે છે કે સરકારી સંપત્તિ એ આપણી સૌની છે એને તેનું નુકશાન એ આપણું નુકશાન છે તેમ છતાં કરોડોનું નુકશાન કરે…, જે જાણે છે કે આવા નુકશાન ની ભરપાઈ આપણા જ વિકાશના કામો અટકાવી કરવામાં આવશે તેમ છતાં સરકારી સંપત્તિને નુકશાન કરે. જે અમદાવાદને આપણે ચીનના રાષ્ટ્રપતિને વિકાશના મોડલ તરીકે બતાવ્યું તે જ અમદાવાદના હાલ આપણે આપણા હાથે કેવા કર્યા…? એના થી દુનિયાને શું સંદેશ જશે..એ આપણે કરતાં પહેલાં વિચાર્યુંતું..?
શું આવી અસલામતીમાં કોઈ વિદેશી રોકાણરાકાર ગુજરાતમાં આવશે.? આપણે વિદેશી રોકાણરાકારોને કેવી રીતે વિશ્ર્વાસ આપીશું…? શું આપણા યુવાનોને ખબર નથી કે આવી ઘટનાઓ થી વિકાશ નથી થતો પણ આપણે ઘણાં વર્ષો પાછળ ઘકેલાય જઈએ છીએ..? નજર સામે આપણા પડોશી રાષ્ટ્રોના ઉદાહરણ છે જ.
શું યુવાનોને ખબર નથી ..? કે હડતાલ, બંધ, રેલીઓ, સરઘસો, હુલ્લડો, તોફાનો..થી કોઈનું ભલું થતું નથી…આપણી પાસે ઈતિહાસ છે જ .., જો ભલું થતું હોય તો માત્ર ગંદી રાજનીતી કરવાવાળાઓનું, ફાયદો થતો હોય તો માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરી લાભ ઉઠાવવાવાળા નેતાઓને.., તેમ છતાં એજ બાબતને વારંવાર દોહરાવાની…એ કેટલે અંશે યોગ્ય છે…? શું યુવાનો એ ક્યારેય વિચારયું છે..?કે આપણે જે કોઈ પણ આવી ને કંઈક કહે છે તો તે કેટલું સાચું છે..?, તે વ્યક્તિ કેટલો સાચો છે..?, પોતાનો અનુભવ..પોતાનું જ્ઞાન .., પોતાનું ભણતર, તેનો ઉપયોગ કરે છે તે જાણવામાં કે હું જે કરું છુ..જેને અનુસરું છું તે સાચું છે કે ખોટું…, તેના થી દેશ ને ફાયદો છે કે નુકશાન..કે પછી બસ વગર વિચારીએ કોઈ પણ આપણો ફાયદો ઉઠાવી જાય..છેતરી જાય તો પણ ખબર ના પડે.વર્ષો લાગ્યા છે આપણા ગુજરાતને આ લેવલે પોહચતા ..આખા દેશમાં રોલમોડલ બનતા ..વર્ષો પછી આપણે આવા પ્રધાનમંત્રી મળ્યા છે …જે એકપણ દિવસ રજા લીધા વગર ..સતત 13 થી 14 કલાક દેશ માટે (એટલે કે આપણાં માટે) કામ કરે છે…, તો આપણે રેલીઓ કાઢીને…, આંદોલનો કરી ને, બંધ પાડીને આપણા ગુજરાતને વર્ષો પાછળ લઈ જવું છે…? શું યુવાનોને ખબર નથી..? કે 12 વર્ષો પછી આપણા ગુજરાતનું ર્ગૌરવ છીનવાય ગયું કે 12 વર્ષ થી ગુજરાતમાં કરફ્યુ નથી લાગ્યો.સ્થિર અને સુશાસિત રાજકીય પરિસ્થિતી ને દોહરાવાથી માત્ર રાજકીય વિરોધ પક્ષોને જ ફાયદો થાય છે ના કે પ્રજા ને. કોઈપણ રાજકીય પ્રશ્ર્નને કાયદાકીય રીતે, સંવિધાનના અનુસાર .., શાંતિ થી ઉકેલી જ શકાય છે.

હું ચોક્કસ હતો અને મને ખબર જ હતી કે આ બાબતનું આ જ પરિણામ આવશે. Now let’s see more about Anamat Andolan future. I am sure below words will become reality in future.
– પહેલાં પણ આંદોલન અનામત કરતાં સરકાર સામે વધું હતું ..કારણ આંદોલનના નેતાઓના ખબર જ નથી કે અનામત કેવી રીતે મળે..,કોણે કોણે મળે.., હવે પોલિસના વર્તણુંક ને મુદ્દો બનાવી લોકોને સરકારની વિરુધ્ધ વધું ઉશ્કેરવામાં આવશે. રાજકીય અસ્થિરતા વચ્ચે કાં તે મુખ્યમંત્રી બદલવામાં આવશે. વોટબેંક ની રાજનીતી થશે…,અથવા 2017માં બીજો કોઈ વિરોધ્ધ પક્ષ સત્તા પર આવશે. એકવાર સરેલું ઉભું કર્યું છે એટલે હવે વટના ગાજરા ખાવા પડે એવી હાલત થઈ ગઈ છે. માટે કોઈપણ રીતે પડતું નહી મુકવામાં આવે.
– આંદોલનના નેતાઓ કહેશે કે આપણે ..,”આપણે સડક થી સંસદ( વિધાન સભા) સુધી જવું પડશે”, ટુંકમાં નવી રાજકીય પાર્ટી બનશે. “અનામત પરિવર્તન પાર્ટી”. વોટોનું વિભાજન થશે એટલે સ્પષ્ટ બહુમત વારી સરકાર કરતાં સીટો વહેચાશે. એટલે પક્ષો એકબીજાના સર્પોટ થી સરકાર બનાવવા વાતાઘાટો ચાલશે પછી સભ્યોની બોલી બોલાશે. APP ના થોડીઘણી સીટો વારા નેતાઓ પહેલાં પ્રજા પર દોષ રોપણ કરશે કે તેમે સ્પષ્ટ બહુમતીના આપી એટલે હવે કંઈ થઈ શકશે નહી. ટુંકમાં અનામત પુરુ. કાં તો ફરી ચુંટણીનું વાતાવરણ સર્જશે અથવા પ્રજા ને કહેશે કે આ પક્ષ આપણે ફાયદો આપશે માટે તેને સર્પોટ કરીએ છે અને અંદર ખાને કરોડોનો સાદો કરશે. ત્યાર પછી વિધાનસભાના સત્રો ચાલશે તો કંઈ કામ થશે…,નહી તો…વારતા રે વારતા….., મજા મજા…..
– અથવા ફરી ચુંટણી કરવી એ તો વાતાવરણ અને સીટો પર થી ખબર પડી જશે..એટલે જો ફરી ચુંટણી કરવામાં ફાયદો નહી હોય તો જે સીટો આવી તેના નેતાઓ મજા લઈ બેસી રહેશે. નહી તો સમર્ગ્ર પ્રજાને કંઈને કંઈ મફતની લાલચ આપી .., સ્પષ્ટ બહુમતમાં આવશે. સ્પષ્ટ બહુમતમાં આવ્યા પછી અને સરકાર બનાવ્યા પછી અનામત ના મુદ્દા માટે કહેશે કે…, સંવિધાન ની રૂપરેખા જોવી પડશે.., સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઇન સમજવી પડશે…, નવું કમીશન બનાવી સર્વે કરાવીશું…,આપણે તો અનામત લાવવું છે પણ વિરોધ્ધ પક્ષ કામ કરવા નથી દેતો …, વિધાનસભાના સત્રો ચાલતા નથી …, ટુંકમાં અનામત બાજુ પર મુકી પાંચ વર્ષ મજા મજા કરી પુરા કરવાના, માલ બનાવવાનો તે અલગ.., અને લાઈફ ટાઈમની નેતાગીરીની પરમીશન. આવા નેતાઓ ને પ્રજાની જરૂર માત્ર સત્તા સુધી પોંહચવા માટે હોય છે…પછી તો પ્રજા ગમે તે કરે પાંચ વર્ષ ફિક્સ. કેટલાંક લોકો પ્રજાને ગુમરાહ કરી પોતાનું પોલિટિકલ કેરીયર બનાવી લેશે. અનામતના નામે પ્રજાને મળશે બાબાજી કા થુલ્લુ….
જો આવું ના હોત તો આજે….
અયોધ્યામાં રામ મંદિર બની ગયું હોત…,
કાળુંનાણું વિદેશ થી પાછું આવી ગયું હોત….
દિલ્હીમાં ફ્રી વાઈફાઈ કામ કરતું હોત.., પાણી ફ્રી મળતું હોત….
ભ્રષ્ટાચારના વિરોધી નેતાઓ સત્તામાં આવ્યા પછી ભ્રષ્ટાચારીઓ સાથે ગઠબંધન ના કરતા હોત …

As per my opinion, solution of problem is ….

– કોઈપણ પક્ષ કે નેતા સત્તામાં આવતા પહેલાં જે મેનીફ્રેસ્ટો રજુ કરે.., જે વાયદાઓ કે વચનો કરે…તેની પુરા કરવાની સમય મર્યાદા નક્કી હોવી જોઈએ. તેનું કાયદેકર એફિવિડેટ બનાવું જોઈએ. સત્તામાં આવ્યા બાદ જો એ સમયમાં એ કામોના થાય એટલે એ પક્ષ પર કે નેતા પર પ્રજા સાથે છેતરપીંડીના ગુનામાં સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને આજીવન કેદની સજા થવી જોઈએ. સામાન્યમાં સામાન્ય વસ્તુ વેચવાવાળા વેપારી સામે છેતરપીંડી બદલ ગ્રહાક સુરક્ષા હેથળ કેસ કરી શકાય પણ સમ્રર્ગ પ્રજા ને છેતરનાર પક્ષ કે નેતાઓ પાંચ વર્ષ સુધી રાજ કરે એ કેવું ? આપણે કોઈ દુકાનમાં થી ઈલેક્ટ્રીક પંખો લાવીએ.., દુકાનદારનુ એ કમિટમેન્ટ હોય છે કે જો આપણે એ પંખાને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપીશું તો એ આપણે ઠંડી હવા આપશે.
પણ પંખો ઘરે લાવીને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપ્યા બાદ પણ એ ના ચાલે…, ઠંડી હવા આપે..એટલે આપણે કાં તો દુકાનદાર ને વલે કરીએ અથવા એ પંખાને કચરામાં ફેકી દઈએ.
લોકશાહીમાં સંવિધાન પણ એમ જ કહે છે કે જો તમે યોગ્ય પક્ષને તમારો કિંમતી વોટ આપશો તેને ચુંટણીમાં જીતાડશો તો એ તેમને સરકાર થકી ..સુશાસન, પ્રગત્તિ, વિકાશ અને પ્રજાના કલ્યાણ ના કાર્યો કરશે. પણ સત્તા પક્ષ એવું ના કરે તો આપણે તેને …કચરામાં ફેકી નથી આવતા કે નથી … લોકશાહીમાં સંવિધાનના માન ભંગ બદલ સુપ્રિમ કોર્ટમાં તેની વલે કરતાં…..

jay hind …., Bharat Mata Ki Jay…..

anamat ….? post on 30-07-2015

-એક મહિના પહેલાં 30-07-2015 ના રોજ મેં એક પોસ્ટ પાટીદાર આનામત આંદોલનના નેતાને સંબોધી ફેસબુકમાં કરી હતી ત્યાર બાદ એજ પોસ્ટ પાટીદાર આનામત આંદોલન ના ફેસબુક પેજ પર, તેમજ એ જ પેજના મેસેજ માં કરી હતી. પાટીદાર આનામત આંદોલન ના ફેસબુકમાંથી કોઈ જવાબ તો ના મળ્યો પણ આજે એ પોસ્ટના લખાણનો, શબ્દે શબ્દ વાસ્તવિકતા નું સ્વરૂપ પામી ચુક્યો છે. (કદાચ તે લોકો મને પ્રેક્ટીકલમાં જવાબ આપવા માંગતા હશે અને દુઃખની વાત એ છે કે પાટીદાર આનામત આંદોલન ના ફેસબુકનું પેજ મારા માટે હવે બોલ્ક છે

સ્નેહી શ્રી હાર્દિક પટેલ,
તમે જે આજે સમાજની પ્રગત્તિ માટે જે કાર્ય હાથ ધર્યું છે અને શરૂઆત કરી છે તે માટે આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન. આપ જેવા યુવા નેતા જ સમાજના સાચા માર્ગદર્શક અને ઉદાહરણ બની શકે છે. તમારુ આ નિષ્ઠા પુર્વક આંરભેલું કાર્ય સફળ થાય તેવી શુભેચ્છાઓ.
એક જવાબદાર યુવા નાગરિક તરીકે ઘણાં મનોમથંન બાદ મારા મનમાં કેટલાંક મુદ્દા ઉદભવ્યા છે જેને હું તમારી સમક્ષ ખુલ્લા હ્રદય થી રજુ કરુ છું આમા મારી કોઈની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો ઈરાદો નથી કે નથી કોઈપણ પ્રકારનો વિરોધ. ફકત તટસ્થ રીતે સત્યને સામે મુકવાનો એક નાનકડો પ્રયત્ન માત્ર છે. મારું માનવું છે કે તમારા જેવા યુવા નેતા આ બાબત થી અજાણ તો નહી જ હોવ તેમ છતાં જો તમે નીચેના મુદ્દાને સમજી વિચારી તમને તેમાં જે યોગ્ય લાગે તેવું કંઈક હકારાત્મક પગલું ભરશો.
1- તમારી પ્રોફાઈલ શું છે ? અત્યાર સુધી તમે ક્યાં હતા..?
2- તમને આ પ્રેરણા ક્યાં થી મળી ? એવી તે શું ઘટના બની તમારા જીવનમાં કે તમને આ વિચાર આવ્યો ?
3- તમને અનામત મેળવવાનો વિચાર આવ્યો, પણ સંર્પુણ અનામત જ દૂર કરવાનો વિચાર કેમ ના આવ્યો, અથવા અનામત માત્ર ને માત્ર આર્થીક સક્ષમતાને આધારીત હોવું જોઈએ ના કે જાતી આધારીત.., આંદોલન તેના માટે કરવું એવો વિચાર કેમ ના આવ્યો ?
4- શું તમે એવું વચન આપો છો કે આ આંદોલન એક પણ યુવાન ની આહુતિ વગર સફળ કરી શકશો ?
5- કોઈ પણ હિંસાત્મક કે અરાજકતા ફેલાવ્યા વગર શાંતિ ના માર્ગે વર્ષો સુધી સફળ ના થાય ત્યાં સુધી તેને એજ રીતે શાંતિ ના માર્ગે ચલાવશો ?
6- ભવિષ્ય ની શું બાહેધરી આપો છો કે તમે કોઈ પણ રાજકીય પક્ષના તાબા હેઠળ નહી આવો ? અથવા દિલ્હી કેજરીવાલની જેમ તમે પણ કહેશો કે સત્તામાં આવ્યા વગર કામ ના થાય અને પછી એ રીતે સત્તામાં આવી આપણા મુળ પ્રશ્ર્નને બાજુ પર મુકી દેશો.
7- કે પછી શું તમે આ રીતે સત્તામાં જ આવવા માગો છો ? શુ તમે એ વાતનું વચન આપો છો કે ક્યારેય સત્તાની લાલચ રાખ્યા વગર, કોઈપણ રાજકીય પક્ષમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયા વગર આંદોલનનું નેતૃત્વ જાળવી શકશો ? પછી ચુંટણીના સમયે કોઈ રાજકીય પક્ષ તમને લાલચ આપે કે જો અમે સત્તામાં આવીશું તો અમે તમને અનામત આપીશું અને તમે આખા સમાજની વોટ બેંક નો સોદો કરી દો .., સમાજને સંદેશ આપી દો કે આ જ પક્ષને જ વોટ આપવો અને એ રીતે કોઈ ખોટો પક્ષ સત્તામાં આવી જાય જેના થી સમગ્ર પ્રજા ને નુકશાન થાય એવું નહી થાય તે વાતની બાહેધરી શું ?
8- ભુતકાળ માં નજર કરતાં તમને આવા ઘણાં ઉદાહરણો મળશે.
9- આ પ્રશ્ર્નને રાજકીય લડતના બદલે કાયદાકીય રીતે લડત ચલાવો તો શું વાંધો છે ? તમે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કાયદો બનાવડાવો કે અનામત આર્થીક સક્ષમતા ને આધારીત હોવું જોઈએ નહી કે જાતી આધારીત, કારણ કે જે અનામત માં આવે છે પણ આર્થીક રીતે સંર્પુણ સક્ષમ છે તો પણ તેને અનામતના ફાયદા મળે છે અને જે અનામતમાં નથી અને ખરેખર આર્થીક રીતે સક્ષમ નથી તો પણ તેને અનામતના ફાયદા મળતા નથી, તો તેને આ અનામત ના લાભ મળવા જોઈએ. આ માટેની તમે સાબીતી પુરી પાડો, ઉદાહરણો આપો અને સારામાં સારા વકીલો વડે દલીલબાજી કરી કેસ જીતો.તેના થી જે આર્થીક રીતે સંર્પુણ સક્ષમ નથી પછી ભલે એ કાઈ પણ જાતીનો હોય પણ તેનો વિકાશ થશે. હું લખનાર પોતે અનામત માં આવું છું છતાં આ સત્ય અને તટસ્થ બાબતને મારો સંર્પુણ ટેકો છે અને આ રીતે કાયદાકીય રીતે લડત થી ન્યાય માંગો તો કોઈ ઉપર બતાવેલા કોઈ પણ નકારત્મક પરીણામો થી દૂર રહી સાચી રાહે ન્યાય મેળવી સમાજનું કલ્યાણ કરી શકાશે. કાયદાકીય રીતે પરીણામ જલદી મળશે, પણ રાજકીય રીતે કેટલી રેલીઓ કાઢવી, કેટલી સભાઓ ભરવી, કેટલાં આંદોલનો કરવા અને કેટલાં સમય સુઘી કરવા, લાંબા સમયનાં અંતરે મુળ મુદ્દો વિસરાય જાય તેવું પણ બની શકે. રાજસ્થાનમાં ગુજ્જર સમાજનું ઉદાહરણ છે ..કેટલા વર્ષો થી આંદોલન ચલાવે છે અને શું પરીણામ મળ્યું છે અને આંદોલન દરમ્યાન જે જાહેર મિલકતને નુકશાન પહોચાડાય છે અને પ્રજા જે હાલાકી ભોગવે છે તેમજ તેનો આર્થિક ભાર પરોક્ષ રીતે સામાન્ય પ્રજા પર ટેક્ષનાં સ્વરૂપમાં જ આવે છે. હજુ આપણે પહેલી જ રલી કાઢી છે .., આગળ શું આજ રીતે સરકારી અને જોહર મિલકતને નુકશાન વાળું જ અરાજકતા ફેલાવવા વાળું જ આંદોલન થશે ? જ્યારે અત્યારે આખી દુનિયામાં આપણે વિકાશ ના પથ દર્શક છીએ તેવા સમયે આ બાબત કેટલાં અંશે યોગ્ય છે ? ? ? ? ? ? ? ?

શુભેચ્છા સહ
– એક જવાબદાર યુવા નાગરીક તરફ થી

To love without expectation.

માણસો માં જ્યાં શ્રધ્ધા પણ શરતોને આધીન હોય, કે અમુક કામ થાય તો જ પ્રસાદ ચઢાવવો..,
ત્યાં સંબધોમાં પ્રેમ કે લાગણીઓ બીનશરતી કેવી રીતે હોય શકે.
મન્નત એ ઈશ્ર્વર સાથે કરેલો Nonverbal and Unwritten કોન્ટ્રાક છે.

પ્રેમમાં કોઈ શરત ના હોવી જોઈએ.લાગણીઓ બીનશરતી હોવી જોઈએ.સંબધો સહજીક નૈતિકતાના મુલ્યો પર નિભાવાય તો જ સંબધને માણી શકાય, મેહસુસ કરી શકાય.શરત વગરના સંબધો સંવેદનાઓની સહજીક અભિવ્યક્તિ હોય છે.સહજીકતા થી જ સહજ આનંદની અનુભુતી કરી શકાય. પ્રકૃત્તિ બીનશરતી વર્તે છે. હવા કોઈ પણ શરત વગર વહે છે. સૂરજ કોઈ પણ શરત વગર ઉગે છે. નદીઓ વગર શરતે વહે છે. હવા ક્યારેય કોઈ શરત પર કોઈ વિસ્તારમાં વહે, કોઈ વિસ્તારમાં ના વહે એવું હોતું નથી. સૂરજ અઠવાડીયે એક દિવસ રજા રાખશે એવી શરતે નથી ઉગતો.બલ્કી સૂરજના વારે રવિવારે તો આપણે રજાની શરત રાખતા હોયએ છે. પ્રકૃત્તિ સહજ છે માટે આનંદ દાયક હોય છે. પ્રકૃત્તિની સમીપ જ માણસ પણ સહજ પ્રેમને મહેસુસ કરે છે માટે હવાખાવાના સ્થળો એક રીતે પ્રેમખાવાના સ્થળો બની રહે છે. સહજીકતા એ પ્રકૃત્તિનો ગુણધર્મ છે. પ્રકૃત્તિ શરતોને આધીન નિયંત્રણમાં હોય તો પણ તે ગુણધર્મ છોડતી નથી.જ્યારે શરતોને આધીન માણસ પોતાની પ્રકૃત્તિ જ બદલી નાખે છે. હવાને ઓક્સિજનના સીલીન્ડરમાં નિયંત્રણમાં રાખી શરતોને આધીન ઉપયોગ કરવામાં આવે કે નદી પર બંધ બાંધી ઉપયોગ કરવામાં આવે પણ જીવન પુરુ પાડવું એ બન્ને નો ગુણધર્મ કોઈપણ પરિસ્થિતિ માં જળવાય રહે છે. શરતોને આધીન સીલીન્ડરમાં ની હવા કે નદી ના બંધનું પાણી પાતાની કોઈ શરતો નથી મુકતુ, એ બસ માત્ર સહજ પોતાના ગુણધર્મને અનુસરે છે પ્રેમ પણ પ્રકૃત્તિ ના સહજીક ગુણધર્મને અનુસરે છે પણ જો એ બીનશરતી હોય તો જ સહજીકતાનો આનંદ આપે છે. શરતોને આધીન દરેક બાબત વ્યવાહરીક સ્તર પર ઉતરી આવે છે.શરતોને આધીન સંબધોને સમાધાનનું સ્વરૂપ મળે છે. અને સમાધાન હંમેશા ભરપુર અપેક્ષાઓ ના આધાર સ્થંભ પર ઉભુ હોય છે
કયારેક કોઈપણ અપેક્ષા વગર કોઈપણ શરત વગર માત્ર આપણી શ્રધ્ધા ભગવાનને ચરણોમાં ધરવી જોઈએ.એવી શ્રધ્ધા એટલે ભક્તીની સહજ આનંદ ની અનુભુતી.પ્રેમ પણ કરવો તો કોઈપણ શરત વગર કરવો. કોઈ તમાને પ્રેમનો પ્રતિઉત્તર પ્રેમ થી આપે કે ના આપે. સમજે કે ના સમજે, સામે પ્રેમથી વર્તે કે ના વર્તે. બસ માત્ર પ્રેમ કરવો.., સહજીક, અપેક્ષા વગર.પ્રેમ હોય ત્યાં અપેક્ષાઓ ને સ્થાન જ ના હોય અને અપેક્ષાઓ નો શુન્યવકાશ હોય. શરતો વગરનો પ્રેમ રાધાનો હતો. રાધાએ માત્ર પ્રેમ કર્યો માત્ર પ્રેમ, કોઈપણ શરત વગર, કોઈપણ અપેક્ષા વગર. બાકી ગોકુળ થી દ્વારીકાનું અંતર મહિનાદાહ્ડાઓમાં કાપી દ્વારીકા પોંહચી શકાય તેમ હતું, પણ રાધાએ કયાંરેય તેવું નથી કર્યુ. ક્રિષ્ણ માટે જ્યાં સોળહજાર રાણીઓ રહિ શકે તો, એક રાધા ને પણ પરણીને રાણી તરીકે રાખી શકાય તેમ હતું. પણ બન્નેએ માત્ર શરતો વગરનો અપેક્ષા રહિત માત્ર પ્રેમ કર્યો. બન્ને ની સહજ લાગણીઓની સંવેદનાઓ કદમના વૃક્ષને, યમુનાના કિનારાને,વૃર્દાવનની વનરાજીને, પનઘટની વાટને, પ્રેમના સંસ્મરણોથી પરીપૂર્ણ રાખી શકી. શરતો વગરની શ્રધ્ધા મીરાની હતી મીરા ઝેરનો પ્યાલો પીએ તો પણ કોઈ શરત નહી કે વ્હાલા મને બચાવી લે જે. એ તો માત્ર શ્રધ્ધાના બળે પી જાય.શરતો વગરની ભક્તિ નરસિંહ મેહતાની હતી. નરસિંહ મેહતાનો એકતારો કોઈ શરતે ના વાગે કે કાના તું મામેરું ભળજે, એ તો બસ માત્ર આંખો બંધ થાય ને એકતારો વાગવા માંડે.
શરતો વગરનો પ્રેમ
શરતો વગરની શ્રધ્ધા
શરતો વગરની ભક્તિ……એટલે

પરમ સહજીકતાનો આનંદ…… પરમ સહજીકતાની અનુભુતી.

– એકાંત
– 20-07-2015

IMG_1965 IMG_3991 Page-1 Page-2 Img00005 - Copy (4) યાદ શ્રાવણ IMG_1231 IMG_1232 Img00005 IMG_1367

Modi Page-3Page-4Page-5Page-6

તારી સાથે.. ભીંજાવું .. મારા માટે વરસાદ શું છે તું ..

તારા થી દૂર ….ઘણુ દૂર…

તારા થી દૂર ....ઘણુ દૂર...

પ .., ની પજવણી

પ .., ની પજવણી

વાસ્તવિકતા….
પ ની જીવનમાં સંદોવણી….