Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2013

 

ભારતમાં હાલનું પ્રસારણ માધ્યમ.                 Image

8-એપ્રિલ-1929 હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રીપ્બલિકન એસોસિયેસન ના સભ્ય શહિદ ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે અંગ્રેજી એસ્મબલી હાઉસમાં બોમ્બ ફોડ્યો.પોતે ધડપકડ પણ વોહરી. એ બોમ્બ માત્ર અવાજ કરવાવાળો હતો. કોઈની જાનહાની થાય તે પ્રકારનો એ બોમ્બ ન હતો. હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રીપ્બલિકન એસોસિયેસનના સભ્યો શહિદ ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તનો ઉર્દેશ પણ માત્ર બોમ્બ ફોડી ક્રાંતિનો અવાજ બુલંદ કરવાનો જ હતો. જેથી સમગ્ર દેશમાં આઝાદી માટે લોકોમાં જાગૃતિ આવે. બોમ્બ ફોડી, ધડપકડ વોહરી, ઘટનાનો પડધો સંદેશો બની સમગ્ર દેશમાં એક સાથે ક્રાંતિ ફેલાવી.બીજા શબ્દમાં કહિએ તો આ આખી ઘટનાએ આજના સમયના દ્રષ્ટિકોણ થી એક પ્રકારના પ્રસારણ માધ્યમ તરીકે ભાગ ભજવવા માટે ના જેવી ભુમીકા ભજવી હતી. અંગ્રેજી એસ્મબલી હાઉસમાં ફુટેલો બોમ્બ ક્રાંતિનો સંદેશો ફેલાવવા માટેનું માધ્યમ બન્યો હતો.પરંતુ આજે દેશની પરિસ્થિતી કંઈક અલગ જ છે. આજે દિલ્હીમાં કોઈ ક્રાંતિકારી, અનસનકારી ભ્રષ્ટાચાર કે  કાળાનાંણા વિરુધ્ધ અવાજ ઉઠાવેતો મુંબઈ, પુનામાં બોમ્બ ફુટવા માડે છે, કારણ, એ ક્રાંતિના અવાજ ને દબાવા માટે, દેશનું ધ્યાન અન્ય તરફ દોરવા માટે. ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે માત્ર બે બોમ્બ ફોડ્યા હતા, આજે સિરીયલ બાલ્સટ થાય છે. ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તના ફુટેલાં બોમ્બે દેશ ને ક્રાંતિ માટે જગાડીયો, જ્યારે આજે ફુટેલા સિરીયલ બાલ્સટ દેશને ઉંઘાડવાનું કામ કરે છે. ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે બોમ્બ ફોડ્યાની જવાબદારી પણ સ્વિકારી ધરપકડ પણ થવા દીધી, જ્યારે આજે  સિરીયલ બાલ્સટની ન કોઈ જવાબદારી સ્વિકારે છે કે ન કોઈની ધરપકડ થાય છે. સમયાંતરે બધુ ભુલાતુ જાય અને ફરી નવા સિરીયલ બાલ્સટ થાય છે.પકડવાવાળા અને પકડાવવાવાળા જ બોમ્બ ફોડે તો કોન પકડે અને કોને પકડે. પ્રસારણ માધ્યમ પ્રશાસન માધ્યમ ને કહે છે, બીજા ન્યુઝ ક્યાંથી લાવવા, જ્યારે આખા દેશ માં માત્ર જનઆંદોલન જ મુખ્ય ન્યુઝ છે. પ્રશાસન માધ્યમ કહે કે ચિંતા ન કરો અમે તમને બે ચાર બોમ્બ ફોડી આપીએ છીએ, તેને ચોવીસ કલાક કવરેજ કરો.આ આજ ના સમયની પરિસ્થિતી છે.

ભારતના એ સમયને યાદ કરીએ કે જ્યારે ભારતમાં પ્રસારણ માધ્યમના સંસાધન ખુબ જ ઓછા હતાં.એ સમયમાં પ્રસારણ માધ્યમનું કામ માત્ર સમાચાર પ્રત્રો કરતા હતાં. કાગળ ઉપર કાળી શાહી વડે છાપકામ થતું, જે માત્ર વાંચી શકાતું. ભારત માં 1838 માં Times of India, 1878 માં હિન્દુ, 1924 માં હિન્દુસ્તાન ટાઈમ્સ, 1931 માં Indian Express, ગુજરાતમાં 1923માં સંદેશ અને 1942 માં ગુજરાતસમાચાર, દૈનિક જાગરણ જેવા સમાચાર પ્રત્રોની શરૂઆત થઈ હતી. તે ઉપરાંત આઝાદી ના લડવૈયાઓ પણ પોતાની રીતે પ્રત્રિકાઓ બહાર પાડતા હતા. બાળ ગંગાધર તિળકે “કેસરી”, બંગાળ માં “આનંદ બજાર પ્રત્રિકા” આવતી હતી. ગાંધીજી એ ગુજરાતી માં “યંગ ઈન્ડિયા” અને “નવજીવન” પત્રિકાઓ શરૂ કરી હતી. એ સમય હતો કે જ્યારે સમાચાર પ્રત્રોની પણ એક વેલ્યુ હતી. સમાચાર પ્રત્રો પોતાની સમાજીક અને રાષ્ટ્રિય જવાબદારી અને ફરજ ને સમજતા હતા અને તેને પુરી નૈતિકતા થી નિભાવતા હતાં. સમાચાર પ્રત્રોનાં તંત્રી અને પ્રત્રકાર પણ નિષ્ઠાવાન હતાં. જે માત્ર સત્યને જ લખતાં અને છાપતા, ભલે પછી તેની માટે જાનનું બલિદાન કેમ ન આપવું પડે. સમાચાર પ્રત્રો ના સમાચાર અને પ્રથમ પેજનાં સમાચાર ખુબ જ મહત્વ ના જ રહેતાં.જે ખરેખર બ્રેકિંગ ન્યુઝ હોય તેને જ પ્રથમ પેજ પર સ્થાન મળતું.સમાચારની અસર સમાજ  અને દેશ પર શું થશે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું.ભારતની આઝાદીમાં તે સમયના પ્રસારણ માધ્યમ એવા સમાચાર પ્રત્રોની ભૂમિકા કાંઈ જેવી તેવી ન હતી.

આજે ભારતમાં જમાનો ઈલેકટ્રોનિક મીડિયાનો છે. ઈલેકટ્રોનિક પ્રસારણ માધ્યમ જે સાંભળી શકાય, જોય શકાય, વાંચી શકાય. મીડિયા જે તાર્કિક, સંવાદિત, પ્રકારનું પ્રસારણ કરે છે, દરેક વાત પર બહસ, ચર્ચા, અને તેનો વિષય પણ મીડિયા જાતે જ નક્કી કરે. દરેક સમાચાર ને બ્રેકિંગ ન્યુઝ તરીકે મુલવવાનું, કોઈ ના પણ કોઈ પણ પ્રકારનાં મંતવ્યને, બયાનને કારણ વગર આખો દિવસ ચગાવવાનું, મંતવ્યને, બયાનને જુદા જુદા પ્રકારે ખરુ ખોટું સાબિત કરવું.કોઈ પણ વાતને બાબત, કે ઘટનાને તોડી મળોડી, મનઘડત વાર્તા બનાવવી, અર્થ વગરના શબ્દ પ્રયોગ કરી પ્રદર્શિત કરવી.કોઈની પણ સામે માઈક અને કેમેરો ધરી દેવો. ગમે તેવી હલકી બાબતમાં પણ માર્કેટિંગનું માધ્યમ બની તકો પરી પાડવી. ન સમાજીક અને રાષ્ટ્રિય જવાબદારી અને ફરજ ને સમજવી કે ન નિભાવવી. નૈતિકતા, નિષ્ઠા તો નામોનિશાન નહિ. સમાચારની અસર સમાજ  અને દેશ પર શું થશે, તેનું ધ્યાન રાખ્યા વગર જે હોય તે બ્રેકિંગ ન્યુઝ તરીકે બતાવતા રહેવું. મીડિયા દ્વારા ચોવીસ કલાક માસ બ્રેન વોશ કરવામાં આવે છે. ચોવીસ કલાકમાં 60 ટકા સમય જાહેરાત, 20 ટકા સમય ફિલ્મી ન્યુઝ, 10 ટકા સમય સ્પોર્ટ ન્યુઝ અને માત્ર 10 થી 5 ટકા સમય મહત્વના ન્યુઝને આપવામાં આવે છે. તેમાં પણ સમયના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવે છે કે મોટાભાગના લોકો મહત્વના ન્યુઝ જોવામાં થી બાકાત જ રહે.

આજકાલ ભારતનું ઈલેકટ્રોનિક મીડિયા બે લોકોની પાછળ સખત રીતે પડેલ છે, અહિં અવું નહિં કહું કે અન્ના હજારે અને બાબા રામદેવ, પરંતુ, બે લોકો એટલે એક આકાશ ના તારા અને બીજા ફિલ્મનાં સિતારા.આકાશનાં તારા…, સવાર પડતાની સાથે જ કેમેરા સામે મોટા મોટા પંડિત મોટા મોટા ચાંલ્લા કરી, મોટી મોટી માળાઓ પહેરી આવી જોય છે. અને બોલવા માંડે છે કે આજે તમારા તારા આમ કહે છે અને આજે તમારા તારા તેમ કહે છે અને આ ઉપાય કરો ને તે ઉપાય કરો.આજે તમારું ભવિષ્ય આવું છે અને તેવું છે. જ્યારે ખુદ તે મોટા મોટા પંડિતોને જ ખબર નથી હોતી કે મીડિયા સાથે કોન્ટ્રાકટ પુરો થતા તેમનું  ભવિષ્ય શું હશે ? બીજા ફિલ્મનાં સિતારા……,  ફિલ્મનાં સિતારા ક્યારે સુતા,ક્યાંરે જાગ્યા, શું ખાધુ, શું પીંધુ, ઉઠીને ટિવ્યટર પર શું ટિવ્યટ કરયું, બધું જ ન્યુઝમાં આવી જાય. કોને ક્યારે બાળક થયું કે થશે તેની પણ ચિંતા આખા દેશ પાસે કરાવે. મીડિયા કહે છે કે ફિલ્મનાં સિતારા મર્યા નથી અને મરતા પણ નથી. જ્યારે નેશનલ હિરો રાષ્ટ્રિય સિતારાની વાત આવે તો મીડિયા પાસે ટાઈમ સ્લોટ ની કમી હોય છે.  ટુંકમાં મીડિયા ફિલ્મનાં સિતારાને મરવા નથી દેતા અને નેશનલ હિરોને જીવવા નથી દેતા.

જો આજ મીડિયા ભારતમાં આઝાદી પહેલા હોત તો આઝાદીના કે ક્રાંતિ કેય કેટલાં આંદાલનો અસફળ બનાવત.કોઈ જનઆંદોલન ફેલ થયું કે નિષ્ફળ ગયું તેનું સર્ટિફિકેટ આજનું મીડિયા આપે છે. કોઈ આધાર વગર, ખબર નહિં કોને તેમને આ રીતે જજમેન્ટ રજુ કરવાના હક્કો આપ્યા છે.કોઈ જનઆંદોલન ક્યાંરેય ફેલ કે નિષ્ફળ નથી જતુ માત્ર સમય અને પરિસ્થિતી ને અનુરૂપ તેનું માત્ર સ્વરૂપ બદલાતું હોય છે. કોઈપણ રાષ્ટ્રનું જનઆંદોલન તે રાષ્ટ્રની જનતાનો અન્યાય અને અવ્યસ્થીત રાજકરણ સામે આત્માનો અવાજ હોય છે.જે ઈચ્છિત પરિવર્તનમાં ફેરવાયને જ રહે છે.આજે કદાચ જનલોકપાલ બીલ આંદોલન પાછળ હત્યું હોય અથવા અલગ રાજકરણ નો માર્ગ અપનાવ્યો હોય  તેનો મતલબ એમ નથી કે જનઆંદોલન નિષ્ફળ ગયું.ઈતિહાસ સાક્ષી છે કે જેને યુધ્ધમાં પીછેહથ કરી, તેને જ પાછળ થી વધુ બળ પુર્વક હુમલો કરી યુધ્ધમાં જીત મેળવી હોય છે.સિંહ પણ ચાર કદમ પાછળ હતીને જ આગળ હુમલો કરે છે. મીડિયા કહે છે કે જનઆંદોલન પાસે તેમના કોઈ સ્પષ્ટ એંજદા નથી, પરંતુ સાચું તે છે કે ખુબ મીડિયા પાસેં પોતાનો કોઈ એંજદા નથી.જો આજે કોઈ આંદોલનકારી કપડાં બદલી ગંભીર પરિસ્થિતીમાં પલાયાન થઈ પોતાનો જીવ બચાવે તો મીડિયા તેમને બદનામ કરવાનું કામ કરે છે, અને તેમને શરમજનક રીતે બતાવે છે. પરંતુ, મીડિયા એ ભુલવુંના જોએ કે આ એજ દેશ છે, જ્યાં દેશનાં એક વીરક્રાંતિકારી શહિદ ભગતસિંહ પણ ક્રાંતિકારી પ્રવૃતિ વખતે લાહોર થી કાનપુર દુશ્મન અંગ્રેજોનો જ વેશ બદલીને પોહચ્યાં હતાં. શિવાજી મહારાજ પણ દુશ્મન ઔરંગઝેબની નજરકેદ માં થી મીઠાઈના ટોપલાં માં સંતાયને દિલ્હીથી પલાયન થયા હતાં.

ચાણક્ય એ કહ્યુ હતું કે “જો કોઈ વ્યક્તિ પોતાના રાજાની, પ્રશાસનની, અનુશાસનની વિરુધ્ધમાં કાર્ય કરે કે વિદ્રોહ કરે તો તે રાજદ્રોહ કહેવાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના રાષ્ટ્રની વિરુધ્ધમાં, પ્રજાની વિરુધ્ધમાં, કાર્ય કરે કે વિદ્રોહ કરે તો તે રાષ્ટ્રદ્રોહ કહેવાય છે.”  આજે દેશમાં મીડિયા બન્ને પાપ કરી રહ્યુ છે નથી એ પ્રશાસનનું હિત સંભાળતા કે નથી પ્રજાનું.બસ માત્ર ધધાંકીય સ્વરૂપ પામીને સૌથી પહેલા, સૌથી ઝડપી, અને સૌથી આગળની ધમાલ માં જ લાગેલા રહે છે.સૌથી વધુ દર્શકો તેમની ચેનલને મળે તે જ તેમનો ઉર્દેશ હોય છે. ચોમાસામાં બિલાડીનાં ટોપની જેમ નવી નવી ન્યુઝ ચેનલો પ્રગટ થતી જ રહે છે. દરેક ખબરના જીવંતપ્રસારણ માટે રિપોટરોને જીવના જોખમે, કેમેરામેન સાથે દોડાવવા, ઓછા સમયની સમસ્યા માટે રિપોટરોને હાંફી શ્ર્વાસ ફુલી જાય, ત્યાં સુધી એકી શ્ર્વાસે બોલાવા આગ્રહ રાખવો. કોઈ ઘટનાની ક્ષણે ક્ષણ ના રિપોટ માટે મીનીટે  મીનીટે જરૂરત વગરનું અપડેટ બતાવું.મનોરંજન ટીવી ચેનલોના પ્રોગામોને પણ ન્યુઝ તરીકે બતાવવા, ફિલ્મનાં સિતારાઓ ફિલ્મો, અગંત જીવનને પણ ન્યુઝ સ્વરૂપે માર્કેટિંગ કરવું.એક ભેલપુરી બનાવવાવાળાને પણ ખબર હોય છે કે મારે ગ્રહાકની માંગ મુજબ ભેલપુરી બનાવવાની હોય છે જ્યારે મીડિયા તો પ્રજાની કે સમયની માંગને  જોયા વગર પોતાની મરજી થી પ્રોગ્રામો લોકોનાં મગજ પર ઠોક્યે જ જાય છે. હાલમાં દેશમાં ન્યુઝ ચેનલો, ન્યુઝ ચેનલ કરતાં મનોરંજન ચેનલ વધુ બનતી જાય છે. એક પ્રસંગ ખાસ યાદ કરવો રહ્યો, એકવાર સિવિલ સોસાયટી ના એક સભ્ય સાથે લાઈવ ઈન્ટરવર્યુ દરમ્યાન જ્યારે તે સભ્યએ મીડિયાને કહ્યુ અમારી પાસે રહેલાં સબુત દસ્તાવેજી પુરાવો સાથે આ મુદ્દા પર એક કાર્યક્રમ બનાવો તો મીડિયાની બોલતી બંધ થઈ ગઈ. આખો દિવસ મીડિયા બતાવે તે જ જોવાનું, જે તે કહે જ સાંભળવાનું. સાચુ, ખોટું કોન નક્કી કરે ? મીડિયા તેના દ્વારા દેશને લાભ થશે કે નુકશાન તે વિચાર્યા વગર કોઈ એક મુદ્દા પર આખી દેશની પ્રજાને ટીવીના પરદા સામે નજરકેદ કરવી, ચાર, પાંચ દિવસો સુધી બાનમાં લેવી, તે જાણે રોજીંદુ કાર્ય હોય તેમ જ વર્તે છે. હાલમાં મીડિયામાં નવો જ પ્રકાર શરૂ થયો છે, જે કાંઈ ગુનાહિત ઘટનાઓ છે, તેને ફરી નાટ્યરૂપાંતર કરી પ્રર્દશીત કરવાનું, તેમાં પણ સૌથી ઉતરતી કક્ષાની ઘટનાને પણ એટલું જ મહત્વ આપી પ્રર્દશીત કરવાની જોણે હરીફાઈ જામી છે. ગુનાહિત પ્રવૃતિ કરવાવાળા 20 ટકા લોકોના કાર્યક્રમો બનાવી(તે પણ કાયદાકીય રીતે નિવાડો પામી ચુકેલાં) 80 ટકા સભ્ય સમાજના લોકો ને બતાવામાં આવે છે.કે તમે ડરો, તમે બચો, તમે સાવધાન રહો, ગુનાહિત પ્રવૃતિ કરવાવાળા તમારી સાથે પણ આવું કરી શકે છે. આ રીતે મીડિયા પ્રજાને ચેતવે છે, સમજાવે છે, સાવધાન કરે છે, કે પછી ડરાવે છે, ધમકાવે છે, લોકોને તે સમજણ જ નથી પડતી. ગુનાહિત પ્રવૃતિ કરવાવાળા 20 ટકા લોકોના કાર્યક્રમો બનાવી 80 ટકા સભ્ય સમાજના લોકો ને બતાવા, તેના કરતા 80 ટકા સભ્ય સમાજના લોકોના હકારત્મક, પ્રેરણાત્મક કાર્યક્રમો બનાવી 20 ટકા ગુનાહિત લોકોને શા માટે નથી બતાવતા કે તમે સુધરો,  તેમને કેમ નથી સમજાવતા કે સભ્ય સમાજમા, કુટુંબમાં, દેશમાં આરીતે જીવાય.આપણી જેલોમાં પણ ગુનેગારો સાથે રચનાત્મક, સર્જનાત્મક, આર્દશ, સંસ્કારીત પ્રવૃતિ વડે તેમને સુધારવાનું જ કામ કરવામાં આવે છે. જ્યારે મીડિયા જાહેરમાં લોકોને આવા કાર્યક્રમો બતાવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને પ્રત્સાહન આપે છે, કે જે આગળના ગુનામાં ભુલો થઈ છે તે હવે તમે ના કરતાં નહીતો પકડાય જશો.મેડિકલ સાયન્સે સાબીત કર્યુ છે કે ખાસ ચોક્કસ પ્રકારનાં લોકો, ખાસ પ્રકારની ગુનાહિત માનસિકતા વાળા લોકો જ, કે જેને ખરેખર જીનેટીક સમસ્યા હોય તે જ ક્રુર પ્રકારનાં ગુનાહો આચરે છે. અને આવા પ્રકારના લોકોના ગુનાઓને આખી પ્રજા સામે ધરવા, તે સમાજ પર વિપરીત અસર જ પેદા કરે તે પ્રકારનું હોય છે. જેના વડે પ્રજામાં, કુટુંબમાં, સમાજમાં, લાગણી, પ્રેમ, હુંફ અને વિશ્ર્વાસનું સ્તર નીચે જ જાય. એક દ્રષ્ટિકોણ થી ગુનાહિત પ્રવૃતિવાળા કાર્યક્રમો કાયદો અને વ્યવસ્થા જાળવવાવાળા પ્રશાસન વિભાગનું એક પ્રકારનું માક્રેટિંગ જેવું જ લાગે છે. પોતાના જ દેશની આવી ધટનાઓ વિશ્ર્વિક સ્તરે પ્રદર્શીત કરી આંતરરાષ્ટ્રિય પ્રતિભા પણ જોખમાવાનું કાર્ય મીડિયા કરે છે, તેમ જ થયું ને, આજે કોઈપણ વિદેશી દેશમાં આવતા પહેલાં દેશ માટે શું વિચારશે તેનો જરાપણ ખ્યાલ કરવાં આવતો નથી. દેશમાં મીડિયા પર કોઈ ચોક્કસ પ્રકારનું નિયત્રંણ હોવું ખુબ જ જરૂરી છે.  

આજે દેશમાં રાજનીતિ નવો પર્યાય પામી છે. “સુઆયોજીત રાજનીતિ”,  પહેલા ધટના બનતી અને તેના પર રાજકરણ થતું, હવે રાજકરણ કરવા ધટનાને નિપજાવામાં આવે છે. પોતાના સ્વાર્થ માટે સારુ એવું આયોજન કરવામાં આવે, ત્યાર બાદ તેને અનુરૂપ ધટનાઓને અંજામ આપવામાં આવે.તેમાં પણ પ્રશાસન અને પ્રસારણ મળીને કામ કરે તો ધાર્યુ પરિણામ આવે છે. અને ત્યારે જ પ્રજાનો ગુસ્સો બન્ને પર નીકળે છે. 11-Aug-2012 ના દિવસે મુબંઈમાં આસામ હત્યાકાંડના અનુસંધાનમાં ભેગા થયેલા લોકોએ પોતાનો ગુસ્સો બન્ને પર નીકળ્યો, તેમને પ્રશાસન (પોલીસની વાન) અને પ્રસારણ (મિડીયાની OD વાન) બન્ને ને સળગાવી દીધી.   

 સ્વામી વિવેકાનંદજીનું ખુબ સરસ વાક્ય છે કે “દિવસ દરમ્યાન જો તમે કોઈ સમસ્યા કે તકલીફ નો સામનો ના કરો તો સમજવું કે તમે નક્કી ખોટા માર્ગ પર આગળ વધી રહ્યા છો.સત્યના માર્ગમાં હંમેશા સમસ્યા અને મુસીબતો આવે છે. અને એ જ સાબીત કરે છે કે તમે સાચા છો”. આજે દેશની પ્રજા અને જનઆંદોલનો ઘણી સમસ્યાઓ, તકલીફો, અને મુસીબતોનો સામનો કરી રહ્યા છે, તેનો મતલબ તે બીલકુલ સત્યના માર્ગ પર છે. એ ભલે પછી ભષ્ટ્રાચારનો, કાળાનાંણાનો, મોધવારીનો, મહિલાઓની સુરક્ષાનો મામલો હોય, પરંતુ પ્રજા ઘણી બધી વેદના અને પીડામાં થી પસાર થઈ રહ્યો છે.આપણે સૌ કોઈ એક સત્ય ખુબ સારી રીતે જાણીએ છીએ કે ખુબ બધુ દુઃખ, ઘણી બધી વેદનાને સહન કર્યા બાદ જ એક બાળકનો જનમ થતો હોય છે. દેશનો પણ નવો જન્મ થશે. દેશમાં પણ પરિવર્તન આવશે એ એક સ્પષ્ટ સત્ય છે. ઈનફોરમેશન એન્ડ ટેકનોલોજીના આજ ના જમાનામાં કોમ્યુનેકેશન નું ખુબ જ મહત્વ છે, જો મિડીયા તેની ભૂમિકા સારી રીતે સમજી અને જવાબદારી પુર્વક નીભાવેતો આજે ધાર્યુ પરિર્વતન લાવી શકાય. દેશમાં ક્રાંતિ ફલાવવા અને દેશને જાગૃત કરી એક સુત્રે બાંધવા આપણા ક્રાંતિકારી વીરોએ જે બલીદાન આપવા પડ્યાં હતાં તે કામ મિડીયાના પ્રસારણ માધ્યમથી સહજે થઈ શકે છે. તે પણ કોઈ બલીદાન વગર. મિડીયાએ પોતાના આ મહત્વને સમજવું જોઈએ.

એક રીતે જોવા જઈએ તો આપણે દેશમાં વસતા હોઈએ છીએ, પરંતુ, ખરેખર અને વાસ્તવિક રીતે તો દેશ આપણામાં, આપણાં હ્રદયમાં વસવો જોઈએ. આપણી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, દેશપ્રેમ, માન સન્માન, દેશદાઝ ઉચ્ચ કક્ષાએ હોવા જોઈએ. અને આવી જ ભાવના સાથે દરેક દેશવાસીએ સત્યને જાણવું, સત્યને ઓળખવું,  સત્યને સમજવું, સત્યને અપનાવવું, સત્યને જ ફેલાવવું.

આજે જ્યારે આખા દેશમાં મિડીયા, પ્રસારણ માધ્યમની ભૂમીકાઆ સ્તરે હોય, ત્યારે દરેક દેશવાસીએ જ પોતે પોતાનામાં એક મિડીયા બની, પ્રસારણ માધ્યમની ભૂમીકા ભજવી રહી.

જય હિન્દ…..ભારતમાતા કી જય                  

 

12-01-2013

બાબુ રાણા- કતાર

15-ઓગષ્ટ-2012 ના દિવસે “ભારતી” (ઈન્ડિયન એસોસિયેશન- અલ ખોર કોમ્યુનિટિ, અલ ખોર, દોહા, કતાર) ના 15મી ઓગષ્ટના સ્વાત્રંતદિનની ઉજવણી સમારોહમાં આપેલ વક્તવ્યના અંશ પર થી આ લેખ લખેલ છે.

વક્તવ્યના વિડિયો માટે ગુગલમાં સર્ચ કરવું- Independence Day–Qatar. (Video on YouTube).

Direct link: http://www.youtube.com/watch?v=dGunndEMKEQ&feature=player_detai…

Advertisements

Read Full Post »

Image

કર્મ એટલે

 પ્રેમનું, ઈશ્ર્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ    -ખલિલ જીબ્રાન                                                                                                                                  

દુનિયાની પ્રજા જેટલાં સરળતા અને સહજીકતા થી વિજ્ઞાનના સિધ્ધાંતો ને સાર્વત્રિક સ્તરે સ્વિકારવામાં સફળ નીવડી છે, તેટલી સફળ ધર્મની બાબત માં નથી નીવડી. વિજ્ઞાનના સાર્વત્રિક સિધ્ધાંતો ને સ્વિકારવામાં સફળ માનવજાત ધર્મની બાબત માં નિષ્ફળ ગઈ.યુનિવર્સલ સાયન્સ પ્રિનિસ્પલ સમ્રગ દુનિયા માટે નહી પણ સમ્રગ માનવજાત માટે સામાન્ય, એક સરખો, અને એક જ છે. ગતિનો નિયમ,કે ગુરુત્વાકર્ષણ નો સિધ્ધાંત જેટલો સંમ્પ્રટ અને સમુધ્ધ સંસ્કુતિના આધુનિક માનવ માટે સાચો છે એટલો જ આફ્રિકાના કોઈ જંગલમાં રહેતા અબુધ અને અજ્ઞાની એવા આદિવાસી માટે પણ સાચો જ છે. વિજ્ઞાન વ્યક્તિવાદ, પ્રાંતવાદ, કે ધર્મવાદ માં સંકળાયેલુ નથી. વિજ્ઞાનને કોઈ ભેદભાવ નથી, છતાં આપણે વિજ્ઞાનને સાવત્રિક ધર્મ તરીકે સ્વિકારી શકતા નથી. કારણ આપણી પાસે આપણો પોતાનો દરેક ને આગવો ધર્મ છે અને એ ધર્મ નાં ખાનામાં વેહચાયેલાં છે. ન્યુટન, ગેલેલીયો, કે આઈસ્ટાઈન જો કોઈ ચુસ્ત ધર્મવાદને વળગી રહ્યા હોત તો કદાચ દુનિયા આજે આ આધુનિક પ્રગતિ હાંસલ કરી શકત નહી.આ બધાએ જ જ્યારે વિજ્ઞાનમાં સિધ્ધાંતો નો આવિષ્કાર કર્યો ત્યારે કોઈ એવું ન હતું કે માત્ર મારા ધર્મનાં લોકો જ તેનો ઉપયોગ કરે, કે માત્ર અમુક પ્રજા માટે કર્યો એવું ન હતું. જ્યારે વિચારસરણી વૈશ્ર્વિક સ્તરે આટલો વ્યાપ પેદા કરે ત્યારે આવું શોધી શકાય. વિજ્ઞાન આગળ માણસ મજબુર છે. અહીં વાડા ઉભા નથી કરી શકાતા, કે હિન્દુ માટે ગતિનો નિયમ અલગ હશે અને મુશ્લીમ માટે અલગ, કે ખ્રિસ્તિ માટે ન્યુટનનાં નિયમો બદલાય જશે. પરંતુ, ધર્મની બાબતમાં આવું જરૂર થાય છે, દરેકનાં નિયમો બદલાય જાય છે. આ જ સમસ્યા છે કે ધર્મની બાબતમાં સાર્વત્રિકરણ થયું નથી. ખરેખર જોવા જાય તો આ અલગવાદ એ ધર્મ નથી એક માન્યતા છે જે માણસનાં સ્વભાવ, શ્રધ્ધા, અને હઠાગ્રહ, પૂર્વગ્રહ, પર આધારીત હોય છે, કેટલાંક વ્યક્તિ માટે ગોળાકાર પત્થર તેની શ્રધ્ધા, આસ્થાનું કેન્દ્ર બનેલ હોય છે. તો કેટલાંક માટે લાકડાનાં બિંબનું ક્રોસ આર્ટિકલ શ્રધ્ધાનું કેન્દ્ર હોય છે. પરંતુ મુળમાં તો લાકડું અને પત્થર બન્ને કુદરતનાં જ તત્વો છે.માત્ર આકર બદલવાથી એ આકાર શ્રધ્ધા ધારણ કરી લે છે. આમા દોષ કુદરતનો, પ્રકુતિનો કે ધર્મનો નથી. દોષ છે, માન્યતાનો, હઠાગ્રહનો, ધર્મ ઝનુનનો, કટ્ટરતાવાદ, અંહ્મનો, ધર્મ ઝનુનનાં નામે પોતાની જ માન્યતાઓને બધાં માં જ ઠસાવવાનો.

કુદરત સર્વ સામાન્ય નિયમો અપનાવી સમ્રગ વિશ્ર્વ માં વ્યાપ્ત છે. બોડીલેંગ્વેજ, એકસ્પ્રેશન એ પણ સાર્વત્રિક છે. આફ્રિકા ના ગાઢ જંગલ માં જન્મેલા આદિવાસ ના બાળક માટે રઙવાના, હસવાના, સ્માઈલના, જે એકસ્પ્રેશન છે.તે એટલા જ સરખા છે કે જે બાળક આધુનિક શહેરની હોસ્પિટલમાં જન્મેલાં બાળકને હોય છે.આની માટે કોઈ કોમ્યુનિકેશનની જરૂર નથી હોતી કે કોઈ, ગાઢ જંગલ માં જન્મેલા આદિવાસ ના બાળકને ખબર આપે કે આ રીતે રડવું, હસવું.સમ્રગ દુનિયામાં ડરવાના, ભયના,દુઃખના, હસવાના, ખુશીના, બોડીલેંગ્વેજ, એકસ્પ્રેશન યુનીર્વસલ છે.ભલે પછી તે આધુનિક માનવ હોય કે આદિવાસી. અહિં પ્રશ્ર્ન થવો જોઈએ કે ગાઢ જંગલ માં જન્મેલા આદિવાસ ના બાળકને ત્યાં ગાઢ જંગલ માં કોણ સમજાવવા ગયું, કે ક્યો ધર્મ બતાવવા ગયો કે આ રીતે આ રીતે રડવું, આ રીતે હસવું. આ કુદરત છે, પ્રકુત્તિ છે. જે ક્યારેય ધર્મ માં વહેચાય ન શકે.પરંતુ ક્યારેય દુનિયાનો કોઈ ધર્મ સર્વ સામાન્ય ના આ સ્તર ને હાંસલ કરવામાં માનતો નથી. હા….ધર્માંન્તરની પ્રવૃતિમાં જરૂર માને છે.

આ વિચારસરણી વડોદરા શહેરમાં બનેલા બનાવ થી ઉદૅભવી છે. વડોદરા શહેર ત્રણ ત્રણ દિવસ સુધી કોમીરમખાણમાં સપડાયેલું રહ્યુ.ત્રણ કેસ હત્યાના થયા. કારણ માત્ર સડક પર, જાહેર રસ્તામાં સ્થિત દરગાહ હટાવવી રોડ, માર્ગ બનાવવાની બાબત.તો એ જ ધર્મના લોકોને પ્રશ્ર્ન કરવાનું મન થાય કે જેમને આ બાબત માટે સામાન્ય પ્રજાને આટલી મુશ્કેલીમાં મુકી.આપણા બધાને જ પોતાના ધર્મ પ્રત્યે સખત આસ્થા છે.પરંતુ શું આપણો ધર્મ એમ કહે છે કે કોઈ બીજાને તકલીફ આપવી, બીજાને મુશ્કેલી આપવી, શું તે ધર્મની બાબત છે? મારે એ મુશ્લીમ ભાઈઓને જ કહેંવુ રહ્યુ કે તમારા ઘરમાં કુરાનનું પુસ્તક તો હશે જ. આ કુરાન ને તમે ઘરમાં ક્યાં રાખો છો? આવવા જવાના રસ્તામાં, કે બેસવાની જગ્યા પર, કે જમવાનું બનાવવાના રસોડામાં, કે સુવાની જગ્યા પર. નહિં….બિલકુલ નહિં….તમે કોઈ એવી જગ્યા પર આ કુરાનને નહિં રાખો જે જગ્યા તમને ઉપયોગી છે, અથવા જે જગ્યા પર તમને કુરાન નડે છે. અને જો …..અને જો જે જગ્યાએ કુરાન રાખ્યું હશે અને ત્યાં જો કોઈ શોકેશ કે કબાટ, ટી.વી રાખવાનું થયું તો બહુ જ સરળતાથી તમે ત્યાં થી કુરાન હટાવી લેશો, કારણ કે તમારે એ જગ્યાનો ઉપયોગ કરવો છે.પોતાની જરૂરીયાત પ્રમાણે, સગવડતા પ્રમાણે કુરાનને ગમે ત્યાં ફેરવી શકાય, મુકી શકાય,જગ્યા બદલી શકાય, હટાવી શકાય. તો તો આ શહેર તો આપણા બધાંનું જ ઘર છે, અને એ ઘરનાં રસ્તામાં જો દરગાહ આવે તો તે કેમ ન હટાવી શકાય.દરગાહ જો કુરાનની જેમ કોઈ ઘરમાં હોતતો બહુ સરળતા થી, સહજીકતાથી હટી ગઈ હોત.અને એ જ તો કારણ છે કે દરગાહ રસ્તા પર છે કેમ કોઈ ઘરમાં નથી, કેમ તેને કોઈ ઘરમાં નથી રાખતું? જે કોઈ ના ધ્યાનમાં ન હતી. કોની છે? કોને બંધાવી ? કોન સંભાળ રાખે છે? કેટલાં સમય થી છે? તે આજે માત્ર એક ચોક્કસ વર્ગનાં લોકો માટે ધર્મ બની ગઈ. ખરેખર આ ધર્મ નથી,કોઈ ધર્મની બાબત નથી. ધર્મ ઝનુન છે, અહંમ, ઈગો છે, કટ્ટરતા, ધર્માંધતા છે. દરગાહ પોતાને તકલીફ નથી આપતી આથી બીજાની પરવાહ કર્યા વગર ઠોકી બેસાડવાની બાબત બની ગઈ.હજારોનાં ટોળાં ઉમટી પડ્યાં. જ્યારે આ જ બાબત જો પોતાને તકલીફ આપવાવાળી હોય ત્યારે શા માટે ખુબ સરળતાથી ઘરની ગોઠવણીમાં કુરાનને હટાવી દેવાય છે.ત્યારે ધર્મ ક્યાં જતો હોય છે ? આ ધર્માંધતા એ કેટલાંયની જીંદગી લઈ લીધી અને હજુ પણ કદાચ લેશે.મુશ્લીમ ધર્મમાં બુરખો પહેરવો એ ધાર્મિક બાબત છે. પરંતુ જો એ બુરખામાં આગ લાગે તો ત્યારે તમે એ ધાર્મિક ચુસ્તતાને વળગી રહેશો કે બુરખો કાઢી જ ન શકાય. બિલકુલ ખોટી વાત. અરે….એટલી ઝડપથી અને એટલી સરળતાથી તમે એ ધાર્મિક ચુસ્તતાને કાઢીને ફેંકી દેશો કે..તમે તેની કલ્પના પણ નહિં કરી હોય.પણ દરગાહની બાબતમાં આટલી ઝડપ કે સરળતા દાખવવામાં આવી નહિં કારણ કે તેના થી તમારા બુરખામાં આગ નથી લાગતી.પ્રજાનાં બુરખામાં લાગી છે એટલે પ્રજા ભલે…બળે, મરે…પણ ત્યાં ધાર્મિક ચુસ્તતા અપનાવવાની.બુરખો કાઢવો નહિં, દરગાહ હટે નહિં. આ રીતે શું સાબિત કરી શકાય, કે મુશ્લીમ ધર્મ ખુબ મહાન છે, ખુબ ધર્મપરસ્ત છે.

શું આ ધર્મ હોય શકે ? અરે…જેની દરગાહ છે તેની પ્રવિત્ર આત્મા પણ જો ધરતી પર આવે તો તે રસ્તા પર થી હટી જવાનું જ પંસદ કરે. એ પ્રવિત્ર ધાર્મિક માણસો હતાં, જે બીજા ને તકલીફ આપે એવું જીવન ન જીવ્યા તો મુત્યુ પછી તેમની દરગાહ કોઈ ને તકલીફ આપે તે કેવી રીતે સહન કરે.બીજાની દરગાહ સાચવવા તત્પર લોકો એવું કેમ નથી વિચારતાં કે એવું ધાર્મિક જીવન જીવે કે તેમની પણ બીજાને તકલીફ ન આપે તેવી જગ્યા પર દરગાહ બને.અને લોકો તેને પ્રવિત્ર દરગાહ ગણી ત્યાં બંદગી કરે.પોતાની પણ દરગાહ બને તેનું જીવન કેમ ન જીવાય.બસ..કબર જ બનવી જોઈએ.દરગાહ કોઈ એક અલગ પ્રવિત્ર જગ્યા પર હોય છે. કબર માટે કબ્રસ્તાન બનતું હોય છે. દરગાહ અને કબર એ બન્ને વચ્ચે ખુબ મોટો તફાવત હોય છે. એ તમારે નક્કી કરવાનું છે કે મુત્યુ બાદ કોઈ કબ્રસ્તાનનાં ખુણાંમાં તમારી કબર બને જેના પર જંગલી ઝાડ, પાંદડા,વેલાં ઉગી નીકળે,એ ઝાડ, વેલાઓ પર વાંદરા દોડાદોડી કરે, ક્યારેક કબ્રસ્તાનનાં કંપાઉન્ડમાં ઘુસી ગયેલાં કુતરા તમારી કબરને ખોંડી નાંખે, કે તેનાં પર પેશાબ કરે. કે પછી કોઈ પ્રવિત્ર જગ્યા પર તમારી દરગાહ બને જ્યાં સતત ધુપ, દીપ થાય, ચાદર ચઢે. બંદગી થાય.

ધર્મ કેવો હોવો જોઈએ ? સરળ. સહજ, સ્પષ્ટ, સ્થિતિસ્થાપક…, અહિં હિન્દુ ધર્મની લાક્ષણીકતાની વાત કરવાનું મન થાય. હિન્દુ ધર્મ Highly Flexible Religion ગણવો જોઈએ. એવો ધર્મ કે જેમાં ચુસ્તતા, કટ્ટરતા ન હોય, ફરજીયાતપણું ન હોય. હિન્દુ ધર્મ ….મંદિરને નોટીસ મળતાં પહેલાં જ મંદિર રસ્તા પર થી હતી જાય.એવો ધર્મ કે જે પોતાનું પુરાતન અને ઐતિહાસીક ધરોહર જેવું મંદિર પ્રજાનાં કલ્યાણ માટે નર્મદાનદિનાં સરદાર સરોવર ડેમમાં ડુબવા દે(શુલ્પાણેશ્ર્વરનું મંદિર જે હાલમાં નર્મદા ડેમનાં સરદાર સરોવળ માં વિર્સજન પામ્યું છે,તેનાં બદલામાં કેવડીયાકોલોની, રાજપિપળા, ગોરા ગામના પુલ નજીક વિધીવત નવું મંદિર બનાવી સ્થાપના કરવામાં આવી છે.)ક્યારેય કોઈ હિન્દુ પ્રજાએ પ્રજાનાં કલ્યાણ માં નડતી ધાર્મિક બાબતો માટે રમખાણો મચાવ્યા હોય તેવું નથી બન્યું.અયોધ્યા રામમંદિર માટે પણ પ્રજાએ જાન આપ્યા છે…જાન લીધાં નથી..1992 6 થી ડિસેંમ્બર,બાબરી ધ્વંસ, હજારો લોકોએ પોતાના જાન આપ્યાં. ગોધરા કાંડ…કારસેવકો એ જાન આપ્યા. કોઈને મારી નાંખીને, ડરાવીને, ધમકાવીને, ભય દ્વારા ધર્મ સ્થાપિત કરવો એ હિન્દુ ધર્મમાં નથી આવતું. હિન્દુ ધર્મ સરળ છે.સહજ છે. ગમે ત્યારે અપનાવો, ગમે ત્યારે છોડો, ગમે તે સમયે મંદિરમાં જાવ…, ન પણ જાવ. ગમે તે હાલતમાં મંદિરમાં જાવ આવો….ગમે તેટલાં પંઠ, વાડા, મઠ, વર્ગ ઉભા કરો…કોઈ લિમિટ નહિં. ગમે તેટલાં ગુરુ…ગમે તેવાં ગુરુ કરો…ભગવાન અપનાવો. ગમે ત્યારે છોડો. ગમે તેવાં ટીલાં, ટપકાં, માળા, કંઠી, પહેરો…અને ગમે ત્યારે કાઢી નાંખો કે બદલી નાંખો. હિન્દુ ધર્મ જેટલી શ્રધ્ધાથી રાખડી બાંધવવાનું સુચવે છે તેટલી જ સરળતા થી જો રાત્રે કોઈ ફોનની રીંગ વાગે તો છોડી નાંખતા પણ રોકતો નથી.(2004 માં રક્ષાબંધનની રાત્રે માસફોબિયા, અફવાનાં કારણે હજારો લોકોએ દિવસે શ્રધ્ધાથી બહેને બાંધેલી રાખડી છોડી નાંખી હતી).છતાં તમે ગર્વ થી કહી શકો છો કે…” હું હિન્દુ છું ”. ખરેખર ધર્મ આટલો સરળ અને સહજ હોવો જોઈએ.

જીવનની સાત્તત્યપૂર્ણતા માટે મુળભુત અને પ્રાથમિક જરૂરીયાતો પહેલાં આવે છે, ધર્મ તેના પછી.સ્વામી વિવેકાનંદના કહેવા અનુસાર જ્યાં સુધી માણસ ભુખ્યો છે ત્યાં સુધી રોટલો તેની મુખ્ય મુળભુત અને પ્રાથમિક જરૂરીયાત છે. ભુખ્યા માણસને રોટલો ન આપી ધર્મ સમજાવવો,કે ધર્મ આપવો એ પાયા વગરની વાત છે. ભુખ્યા માણસને માટે રોટલો જ તેનો ધર્મ છે.કોઈક મહાન ફિલોસોફરના દુનિયાભર ના સર્વેક્ષણ બાદ તેને એક પ્રશ્ર્નનો જવાબ સચોટ મેળવ્યો હતો.માણસની સૌથી પ્રિય અને વ્હાલી વસ્તુ કંઈ છે ? પત્ની, પ્રિયત્તમા, પૈસા, પ્રતિષ્ઠા, હોદ્દો, જીવન, મોક્ષ,ધર્મ, કે પોતાના સિંધ્ધાંતો. પરંતુ સર્વેક્ષણ બાદ પ્રશ્ર્નનો જે જવાબ મળેલ હતો, તે ખરેખર સચોટ હતો. માણસની સૌથી પ્રિય અને વ્હાલી વસ્તુ હોય છે તે છે, ‘’જરૂરીયાત ‘’. પોતાના જીવન માટે, આનંદ માટે, સંતોષ માટે જરૂરીયાત એ માણસની સૌથી પ્રિય અને વ્હાલી વસ્તુ હોય છે. માણસને જ્યારે કુદરતી હજાત, શૌચની ત્તિવ્રતા પરાકાષ્ઠાએ હોય ત્યારે તેના માટે મહેલ, મહાલય, કે શિવાલય કરતાં શૌચાલય સૌથી પ્રિય અને પ્રાથમિક જરૂરીયાત છે. શૌચની ત્તિવ્રતાની પરાકાષ્ઠા અનુભવવાવાળા ને સોનાનાં મહેલ, મહાલયમાં બેસાડો, અથવા તેને માળા પકડાવી શિવાલયમાં ધર્મ પાળવાનું કહેવામાં આવે તો તે બન્ને જગ્યા ફગાવી શૌચાલયમાં જવાનું પહેલું પસંદ કરશે, અને જો તેને જબરજસ્તી બેસાડવામાં આવશે તો તે બન્ને પ્રવિત્ર જગ્યાને પ્રદુષિત, ગંદી કરશે. બિલકુલ આ જ રીતે મુળભુત જરૂરીયાતોને અવગણી જબરજસ્તીપુર્વકનો ધર્મ સમાજ અને સંસ્કુતિને પ્રદુષિત કરવાનું જ કામ કરે છે.ધર્મ ઠોકી ના બેસાડાય. ધર્મ સહજીક હોવો જોઈએ.જેને માણસ સહજીક રીતે વર્તી શકે.મનુષ્ય સિવાય બધા જ પ્રાણીઓ જાણે છે કે જીવન એ વિચારવાની નહી પણ માણવાની બાબત છે. માત્ર મનુષ્ય જ વિચારશક્તિના કારણે જીવનનું અવમુલ્યાંકન કરી નાંખે છે. વિષધારી સર્પનું વિષ અને ડંખ એ એનો ધર્મરૂપ હોય છે. પરંતુ સર્પને ક્યારે અને શા માટે વિષડંખ દેવો તેની ખબર હોય છે. મતલબ કે એક સર્પને પણ સ્પષ્ટ ખબર હોય છે કે ધર્મ એટલે શું ? ગીતામાં શ્રીક્રિષ્ણએ અર્જુનને ક્હ્યુ હતું ક્ષત્રિયનાં શસ્ત્રો જ તેનો ધર્મ હોય છે. પરંતુ ક્ષત્રિયને એ ખબર હોવી જોઈએ કે ક્યારે, શા માટે અને ફરજીયાત શસ્ત્રો ઉપાડવા જ જોઈએ. અર્જુન અહીં અટવાયો ત્યારે ભગવાને તેને ગીતાના સ્વરૂપમાં ધર્મ સમજાવો પડ્યો. અર્જુન જો યુધ્ધનાં મેદાનમાં તેના ક્ષત્રિય ધર્મને સહજીક વર્ત્યો હોત તો તેને ગીતા સમજવાની જરૂર નહતી. અર્જુનને ધર્મની જરૂર ન હતી, તેની પાસેનાં શસ્ત્રો જ તેનો ધર્મ હતાં. મનુષ્ય નો માનવધર્મ, સહજીક કર્તવ્ય એ જ તેનો સાચો ધર્મ છે. પણ મનુષ્ય જ્યારે સહજીક કર્તવ્ય ધર્મ માં અટવાઈ પડે છે પછી જ તેને ગીતા, કુરાન, બાઈબલ કે ગ્રંથસાહેબની જરૂર પડે છે.માણસ તરીકે પ્રાપ્ત થયેલ સહજીકતા અનુસાર વર્તવું એટલે માનવધર્મ નિભાવ્યો કહેવાય, પરંતુ જ્યારે અટવાઈ જવાય તો ત્યારે ધર્મપુસ્તકો રૂપમાં માર્ગદર્શન હાજર જ છે. ધર્મપુસ્તકો માત્ર માર્ગદર્શન આપે છે. એ એક ગાઈડલાઈન છે. જે આપણે ચેતવે છે, સમજાવે છે, કે આપણે પ્રાપ્ત સહજીક માનવધર્મને કંઈ રીતે અનુસરવું. કોઈપણ ધર્મપુસ્તક માં ધર્મઝનુન, કટ્ટરતા, કે બીજા ધર્મને ખોટો ગણવો, બીજા ધર્મના માણસને અધર્મી કે કાફર ગણવો તેવું લખેલું નથી હોતું, ધર્મપુસ્તક માં તો માત્ર તમારે શું કરવાનું છે તે જ લખેલું હોય છે. અને સામેવાળો માણસ અધર્મી કે કાફર તેવું નક્કી કરવાવાળું વળી ધર્મપુસ્તક કોણ ? કે તેવું નક્કી કરવાવાળા આપણે કોણ ? તેનો આપણે શું હક્ક ? અને જો કોઈ પુસ્તક આવું વર્ણવતુ હોય તો તે પુસ્તકને ધર્મપુસ્તક ગણવું કે તેને ધર્મ ગણવો તે પણ એક પ્રશ્ર્ન છે.ઈતિહાસ જુઓતો હિન્દુસ્તાન પર અગણિત વિદેશી આક્રમણો થયા છે. અગણિત વિદેશી પ્રજા હિન્દુસ્તાનમાં આવી છે. પણ બધી જ પ્રજા પોતાની જરૂરીયાત માટે આવી હતી. કોઈપણ પ્રજા ધર્મને લઈને કે ધર્મ સ્થાપવા માટે આવી હોય તેવું નથી. જરૂરીયાતને કારણે અને જરૂરીયાતને માટે આક્રમણો થયા, એ પછી મોગલો હોય કે અંગ્રજો. પરંતુ જરૂરીયાત પ્રથમ અને પ્રાથમિક હતી. કોઈપણ મોગલ સેનાપતિ હજારોનું સૈન્ય લઈ ઉચકાયેલાં ઉચાં હાથમાં કોઈ ધર્મ ધજા લઈને ન હતો આવ્યો.તે તો ઉચાં હાથમાં ઉચકાયેલી ઉચીં મોટી વજનદાર તલવાર લઈને આવ્યો હતો.કારણ તેને ખબર હતી કે તલવાર જ તેની જરૂરીયાતને મેળવવામાં મદદ કરશે.જ્યારે જરૂરીયાતને મેળવવામાં સામેથી કોઈ અડચણ ઉભી થશે ત્યારે તલવાર જ કામ લાગશે, ન કે કોઈ ધર્મ કે ધર્મધજા. પણ એ જરૂરીયાતને માટે ઉપડેલી તલવાર ધીમે ધીમે ધર્મનું સ્વરૂપ લતી ગઈ.ધર્મ માટે ઉપડેલી છે તેમ તેનાં કારણનું વતેસર થતું ગયું, અને હજુ આજે પણ એ તલવાર, પત્થર મારો, હુલ્લડ, કોમીરમખાણો ને નામે ઉંચકાયેલી જ છે.નામરૂપી તલવાર ઉંચકવવાળાઓ ને ખબર નથી કે દરગાહ ન હટાવવીએ કોઈ જરૂરીયાત નથી. જરૂરીયાતએ છે કે તેની જગ્યાએ માર્ગ બને, જે દરેક શહેરીજનને ઉપયોગી હોય. દરગાહ ન હટાવી કોઈપણ પ્રકારનો ધર્મ સાબિત કરવો એ એક પ્રકારની મુર્ખામણી જ ગણાય.ધર્મ એટલે નિતિમય, શ્રધ્ધામય,આસ્થામય, સત્યને અનુરૂપ, ભક્તિમય, સરળ, સહજ જીવન.

અસ્તુ………………

બાબુ રાણા.

Read Full Post »

હુ નિશાળે ન ગયો                             હું જંગલમાં ગયો
કારણ કે                                          કારણ કે
મારી કેળવણીમાં                              હું ઈરાદાપૂર્વક જીવવા માગતો હતો,
નિશાળ ખલેલ પહોંચાડે                     ને જીવનની માત્ર અનિવાર્ય
તેવું                                               બાબતો નજર સામે રાખીને
હું ઈચ્છતો નહતો.                            મારે જોવું હતું કે
                  –માર્ક ટૂવેઈન.              જે બાબતો શીખવવી પડે તેમને ભણાવાનું ટાળી શકું કે કેમ,
                                                     જેથી
                                                     મરવાની વેળા આવે ત્યારે એમ ન થાય,
                                                     કે
                                                     હું તો જીવ્યો જ ન હતો !                       -ર્થોરો
                                                                                                                                              

તારીખ 26-03-2012, કદાચ સાંજે 7-00 થી 7-30 સંધ્યાના સમયે(નિષ્ણાંતો ના કહેવા અનુસાર કદાચ રાત્રે 3-00 થી 3-30) વાગે દુનિયામાં એક આવિષ્કાર થયો. એક નવા સિધ્ધાંતની, નિયમની, વિજ્ઞાનના ક્ષેત્રમાં નહિં પરંતુ વિજ્ઞાનથી પર એવા આધ્યાત્મિકવિજ્ઞાનનાં ક્ષેત્રમાં આઈસ્ટાઈન કરતાં શ્રેષ્ઠ અને સચોટ પુરાવા સહિત, આઈસ્ટાઈનની જેમ બ્રહ્માંડનું નહિં પણ આલોક, મુત્યુલોક નું રહસ્ય શોધી નાંખવામાં આવ્યું. હાલા કે આ આવિષ્કારની નોંધ માટે દુનિયામાં કોઈ એવી વિજ્ઞાનશાખા નથી કે જે તેની પેટન્ટની નોંધ કરે.એક એવો આવિષ્કાર કે જેના માટે નોબલ પારિતોષ પણ ઓછું પડે. દુનિયામાં આ શાખા માટે હજુ નોબલ પારિતોષ પણ બન્યો નથી.પણ મનેં ખબર છે, આ આવિષ્કાર નોબલ પારિતોષના હક્ક માટે ઓછો તો નથી જ.અને આ આવિષ્કારની પેટન્ટની નોંધવા કોઈ સંસ્થાની જરૂર નથી, પણ માનવહદ્ યો ની જરૂર છે.

જીવનમાં કોઈ એક એવી ક્ષણ આવે છે,કે જે જીવન નું ધડમૂળ માં થી પરીર્વતન કરી નાંખે છે. ગૌતમ બુધ્ધના જીવનમાં એક ક્ષણ એવી આવી કે જેને તેમને સિધ્ધાર્થમાં થી બુધ્ધ બનાવી દીધા.મોહનદાસ ક. ગાંધી ના જીવનમાં એક ક્ષણ એવી આવી કે જેને તેમને મહાત્મામાં બનાવી દીધા.પરંતુ ક્યારેક જીવનમાં એવી એક ક્ષણ આવે છે કે જે જીવનમાં નહિં પરંતુ જીવનોમાં પરીવર્તન લાવી દે છે. વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આજ સુધીની પ્રગતિ એવી જ ક્ષણો નો પુરાવો છે.જેને જીવનમાં નહિં પરંતુ જીવનોમાં પરીવર્તનો લાવી દીધા.અને તે જ રીતે 26-03-2012ની એ ક્ષણ આધ્યાત્મિકવિજ્ઞાનનાં ક્ષેત્રમાં જીવનોમાં પરીવર્તનો લાવવા માટે જ નીમિત હતી. વિજ્ઞાનનાં ક્ષેત્રની ક્ષણો નો દુનિયાભર માં જોરશોર થી પ્રચાર થચો, સ્વિકાર થયો, તેનું અભિવાદન થયું.પણ જો આ ક્ષણ, 26-03-2012 રાત્રી ની આ ક્ષણ ને હું અહિં નહિ જણાવું તો તે ક્ષણ ખોવાય જશે, વિસરાય જશે. વિજ્ઞાનની ક્ષણોનો સંબધ સીધો માનવજીવનના ભૌતિક સુખો સાથે નિસ્બત ધરાવતો હોવાથી બહુ જ ઝડપથી તે સ્વિકારાય.પરંતુ આ ક્ષણ ભૌતિક સુખોથી પર એવા સાથે નિસ્બત ધરાવતી હોય તેને આમ સમયમાં ખોવાય જવા દેવી એ મારો નૈતિક અપરાધ ગણાશે.આ લખાણમાં ક્યાંક જો આત્મલબ્ધા આવે, અંગતપ્રચાર કે અંહ્રમ આવે તો ઈશ્ર્વર મને તેની જરૂરથી સજા કરે, અને સતત સોટચની શુધ્ધ ભાવના થી સત્યની પડખે ઉભા રહી લખી શકું તે માટે ભગવાન મદદ કરે એવી જ મારી પ્રાર્થના છે. વિજ્ઞાનની ક્ષણોનો પ્રચાર માનવજીવનનાં કલ્યાણનો રહ્યો, આ વર્ણનમાં પણ આ જ હેતુ જળવાય રહે એવી મારી અભિયર્થના રહેશે.

જીવનમાં સફળ થવું એટલે સફળતાની વ્યાખ્યાને માત્ર ભૌતિક કે આર્થીક પ્રગતિ સાથે જોડી દેવામાં આવી છે.કેટલાંક નામ યાદ કરવામાં આવે તો..સમ્રાટ સિંકદર, બીલ ગિસ્ટ, સ્ટીવ જોન્સ, ધીરુભાઈ અંબાણી, અજીમ પ્રેમજી.., બીજા ઘણાંય. પરંતુ જેમને જીવનમાં સફળતાની વ્યાખ્યા જ બદલી નાંખી તેવા પણ નામો છે…જેમ કે ગાંધીજી, વિવેકાનંદ, મધર ટેરેસા, સ્વામી પરંમહંસ, અને ભવિષ્યમાં આવા જ બીજા નામો ઉમેરાય જેવા કે, અન્ના હજારે, કેજરીવાલ. જીવનનાં ક્ષેત્રોમાં સફળ થવું અને જીવનને સફળ બનાવવુ તેમાં બહુ મોટો તફાવત છે. જીવનનાં ક્ષેત્રોમાં સફળ થયાનાં ધણાં ઉદાહરણ મળશે, પરંતુ જીવનને સફળ બનાવવાવાળા નાં નામો ધણાં ઝુઝ જોવા મળશે.હું માન પુર્વક કહી શકુ છું કે, 26-03-2012 રાત્રી ની એ ક્ષણે એ વ્યક્તિના જીવન ને સફળતાની મોહર લગાવી દીધી. આવી ક્ષણોનો ઈતિહાસ ક્યારેય સમયને માપવાની આંકડાકીય માહિતિમાં નથી નોંધી શકાયો,અને આ ક્ષણ પણ સમયને માપવાની આંકડાકીય માહિતિ થી વંચિત રહિ.ચોક્કસ પણ એ ક્ષણ 26-03-2012ની સંધ્યાથી લઈને રાત્રીના છેલ્લા પ્રહોર ( અથવા 27-03-2012 ના મળસ્કાના પ્રથમ પ્રહોર) વચ્ચેની રહિ હશે.

મહાત્મા ગાંધી ની સામે આવીને ઊભા રહિ ગયેલાં ગોડસેએ જ્યારે મહાત્મા ગાંધીને ગાળી મારી, અને મહાત્મા ગાંધીનાં અંતિમ શબ્દો –હે રામ, અને મુત્યુ એ ક્ષણ. છેલ્લી ક્ષણે બીજું કંઈ જ નહિં પણ માત્ર –હે રામ, મુખેથી બોલાવવું એ કંઈ સામાન્ય બાબત નથી જ. ગમે તેટલું વિચારી રાખો, આયોજન કરો, ગોખી રાખો, પણ અંતિમ ક્ષણે આપણે તેમ કરી શકીએ એ શક્ય નથી. કારણ અંતિમ ક્ષણ એ જીવન ની અઅદાંજીત, અસ્વિકાર્ય, અને અકલ્પીત હોય છે.સમ્રગ જીવન દરમ્યાન એક સાતત્ય,એક નિયમાયુક્ત, હદર્યપુર્વક જીવન જીવાયું હોય તો આવી અંતિમ ક્ષણે પણ મુખમાં થી -હે રામ નીકળે. આવી અંતિમ ક્ષણ સહજ હોય છે.અને એ સમ્રગ જીવનનો નિચોડ હોય છે.ત્યારે જ આવી અંતિમ ક્ષણ જીવન ને સફળ બનાવી શકે છે. એ વ્યક્તિના જીવનની રાત્રીની એ ક્ષણ પણ એક સાતત્યપુર્ણ સહજ જીવનની અંતિમ ક્ષણની સાબિતી બની રહિ.એકાગ્રત્મક, સ્થિર શાંત ચિત્ત, ધ્યાનસ્થ મુદ્રા, સમગ્ર ભૌતિક શરીર એક સ્થીર આરામની સ્થિતીમાં, મન-હદર્ય, અને બુધ્ધી સમગ્ર દુનિયાદારી થી વિલિપ્ત, દુનિયાથી વિખુતિ પડી, ભગવાનમાં લીન હોય, અને ખરેખર કોઈ પણ તકલીફ સહ્યા વગર, કે સહ્યાવ્યા વગર, ન કોઈ દુ:ખ, દર્દ, કે વેદના, ન ઈચ્છા કે ન બયાન, ન શબ્દ, ન કહેવું, કે ન મુકવુ, ન વર્ણવુ, કે ન બોલવું, ન આપવું, કે ન લેવું,ન કંઈ લખવું, કે ન કંઈ ઈશારીત સંજ્ઞાનત્મક કહેવું. અને શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા લયબધ્ધ, ક્રમશ: ધીમી પડતી જાય અને અંતે અટકે, આવી અંતિમ ક્ષણનું ધ્યાનસ્થ મુદ્રા માં સ્વાગત કરવું એ એક સામાન્ય અને રોજીદું ગુહસ્થ જીવન જીવનાર વ્યક્તિ માટે અકલ્પય છે. સમ્રગ જીવન દરમ્યાન એક સાતત્ય,એક નિયમાયુક્ત, હદર્યપુર્વક જીવન જીવાયું હોય તો જ આવી અંતિમ ક્ષણ મળે.હજારો ઋષીઓ, યોગી મુનીઓ જીવન લક્ષ્યને જે મોક્ષ કે મુક્ત,શાંત મુત્યુની પ્રાપ્તિ માટે વિતાવે છે.એવું મુત્યુ એક ગુહસ્થ વ્યક્તિ માટે સફળ જીવનની નિશાની જ ગણાય.એક રીતે જો સરખામણી કરવામાં આવે તો ઋષીઓ, યોગી, મુનીને જ્યારે મુત્યુ નજીક આવે તો તેમને ખબર પડી જાય, અને તે જાહેર કરી સમાધીની સ્થિતીમાં , ધ્યાનમાં બેસી, મંત્ર જાપ, ભજન ને ભક્તિમય વાતાવરણમાં ધ્યાનમાં બેઠેલ એ સાધુ સંત લયબધ્ધ, ક્રમશ: હદર્યના ધબકાર ઘટાડી, શ્ર્વાસોશ્ર્વાસ ધીમા પાડી, નાસીકા વાટે એ આત્મા દેહત્યાગ કરે, મુત્યુ નું સ્વાગત કરે.બીલકુલ બરાબર એ જ રીતે એ રાત્રે પણ એ વ્યક્તિ જે સાધુ સંત કે ઋષી, યોગી મુની તો ન જ ગણાય, તો પણ આવી જ મુત્યુની ક્ષણને પામી તો તેમને એક કર્મયોગી કે એક સદ્દગુહસ્થ તો ગણી જ શકાય.છેક સુધી એક કર્મયોગી તરીકે પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે કાર્ય કરી, સાંજે એક સદ્દગુહસ્થ તરીકે ભગવાનનાં મંદીરમાં પગે લાગી, ભગવાનનાં નામ નો જાપ જપતા જપતા, સંધ્યા સમયે શવાસન જેવા યોગાસનમાં, નિરોગ વ્યાધીમુક્ત શરીરને ધ્યાનસ્થ સ્થિતીમાં રાખી, ધીમે ધીમે ચીરનિન્દ્રાં માં પુરી સ્વસ્થાથી, શાંતી થી, અંતિમ ક્ષણનું સ્વાગત કરવું, આત્માનું દેહત્યાગ કરવું, એ વ્યક્તિના જીવનને એ સાધુ સંત કે ઋષી, યોગી મુની કક્ષાએ તો મુકી જ શકે.જીવનમાં ઘણું બધું જીતી શકાય, જીવનને પણ જીતી શકાય, પરંતુ મુત્યુને જીતવું ખુબ જ મુશ્કેલ બાબત છે.કારણ કે કોઈને ખબર નથી કે પોતાની અંતિમ ક્ષણ કંઈ, ક્યારે, ક્યાં અને કેવી હશે.માટે જ તો મુત્યુનો ડર બધાને જ સતાવતો રહે છે.તેમાં પણ કોઈ વ્યક્તિ એમના જેવી અંતિમ ક્ષણ પામે તો તે મુત્યુને જીતી જ ગયા કહેવાય.અને આવા ઊદાહરણો પણ લાખો કરોડોમાં એક મળી શકે તેવું બને. મનેં શંકાસ્પદ વિશ્ર્વાસ છે કે ગમે તેટલું આયોજન કરવામાં આવે તો પણ ઈચ્છિત આવી ક્ષણ મેળવવી લગભગ અશક્ય છે.

કોઈપણ વિજ્ઞાનીક જ્યારે પોતાના આવિષ્કારનાં કાર્યમાં જોતરાયને એકાગ્રચિત્તે, વર્ષોનાં વર્ષો મહેનત કરી, પ્રયોગો કરી, જ્યારે કંઈક રહસ્ય શોધી નાંખે તેમ એ વ્યક્તિનું જીવન પણ એક રહસ્ય શોધવા માટે કે નિયમો સ્થાપવા માટે ના સંશોધન પુર્વકનું જ રહ્યું, તેમ કહિ જ શકાય. આ રીતની અંતિમ ક્ષણ પામીને, મુત્યુને પામીને તેમને સાબિત કરી બતાવ્યું કે આવું પણ મુત્યુ પામી શકાય, અને તેનાં માટે જીવન કેવું જીવવું. તેઓ એક એવા વિજ્ઞાનીક સાબિત થયા કે જેને પોતાના સિંધ્ધાતો, નિયમો અને આવિષ્કાર ને પોતાના મુત્યુ થી સાબિત કરી બતાવ્યું.

ગર્વ અપાવે તેવું જીવન હજુ હાથવગી બાબત છે, પરંતુ ગર્વ અપાવે તેવું મુત્યુ અકલ્પય છે. દવાખાના નાં પંલગ પર જન્મ અને દવાખાના નાં પંલગ પર જ જીવનનાં અંતે અંતિમ ક્ષણ……., દુનિયાની પ્રથમ ક્ષણ પણ ડૉક્ટર,નર્સની હાજરીમાં…… અને અંતિમ ક્ષણ પણ………, તેના કરતાં ઘરમાં ઘરનાં પંલગ પર જન્મ અને ઘરમાં જ અંતિમ ક્ષણ બન્ને ઘટનામાં કેટલો વિરોધાભાસ.સ્વાભિમાનના ર્ગવ સાથે,માથું ઉચું રાખી મુત્યુ પામવું. માથું ઉચકી જીવનારા ધણાંય મળી આવે,પણ માથું ઉચકીને મરનારા જવલ્લે જ જોવા મળે. મુત્યુથી હંમેશા સ્વજનોને અને કુટુંબીઓને દુ:ખ, દર્દ, તકલીફ, કે વેદના,અફસોસ જ મળતો હોય છે.પરંતુ તેમને આજે મુત્યુથી પણ અને મુત્યુ પછી પણ સ્વજનોને અને કુટુંબીઓને ગર્વ આપ્યો છે. આજે ગર્વથી કહી શકાય કે તેઓ આરીતે અંતિમ ક્ષણ ને પામ્યા, આરીતે મુત્યુને જીતી ગયા.આરીતે મુત્યુથી તેમને ગર્વ આપ્યો કે તેઓ ખરેખર એક સફળ અને પ્રેરણાત્મક જીવન જીવ્યાં, તે મુત્યુને જીતી ગયા.સમ્રગ જીવનભર લોકો માન,મોભો,પ્રતિષ્ઠા, ની પાછળ ભાગ્યા કરે, પરંતુ મુત્યુ પામીને જે વ્યક્તિ બીજાને ગર્વ આપવાવતી જાય તો તે વ્યક્તિનાં જીવન ને શ્રેષ્ઠ સફળ જીવન ન ગણવું એ વાસ્તવિકતા સામે આંખઆડાકાન કરવાં જેવું જ થાય.

શ્રેષ્ઠ મુત્યુ, મોક્ષ, મુક્તિ માટે ધર્મનાં નામે ચાલતા મથ, આશ્રમો, અને એ ચલાવનારા ધર્મઆર્ચાયો,ગુરુઓ,વડાઓ,પંથો,ચિલાઓ, બધાંને પડતા મુકીને ન કંથી, કે ન માળા, ના ભગવા, કે ન માંદળીયા, ન ફોટા, કે ન ટીલાંટપકા.છતાં બધાની વચ્ચે પંથોને પડકાર આપી શકાય તેવી તે અંતિમ ક્ષણ, એ ઘટના.સુખ માટે ગાંડાઘેલાની જેમ ભાગતી દુનિયાની સામે સુખની વ્યાખ્યાનું ખંડન કરવું, દુ:ખની નવી વ્યાખ્યા સિધ્ધાંતિક નહી પણ પ્રયોગાત્મક રીતે સચોટ સાબીત કરી બતાવી હોય તો તે સમ્રગ જીવનનો સારાંશ કહેવાય.
તેમના વડે શોધાયેલાં, ખુલ્લાં કરવામાં આવેલાં કેટલાંક નિયમોને જો અનુસરવામાં આવે તો કદાચ આવી અંતિમ ક્ષણ પામી શકાય. તો કદાચ મુત્યુ ગર્વ અપાવનારું બની શકે.

આ પર થી શોધી નાખવામાં આવેલા કેટલાંક રહસ્યો, કેટલાંક સત્યો, આવિષ્કારો.

1- એટલે એવું તો સાબિત થાય છે કે સંસારમાં રહીને પણ, એક કર્મયોગી કે એક સદ્દગુહસ્થની જેમ રહીને પણ સાધુ સંત કે ઋષી, યોગી મુનીના જેવું મુત્યુ પામી શકાય છે.
2- જીવનનાં ક્ષેત્રોમાં નહીં પણ જીવનની આવી અંતિમ ક્ષણ પામી ને પણ પોતાને શ્રેષ્ઠ સફળ વ્યક્તિઓની યાદીમાં મુકી શકાય છે.અહીં આખી સફળતાની વ્યાખ્યા જ બદલાય જાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સફળતાની વ્યાખ્યાનું ખંડન કરવામાં આવ્યું છે. સફળતાની સિધ્ધાતિંક થીયરીને પ્રેકટીકલ પુરાવા સાથે પડકારવામાં આવી છે.
3- એવી જ રીતે મુત્યુની વ્યાખ્યા પણ, મુત્યુ એટલે કોઈ કારણ, કંઈ નિમિત.મુત્યુ એટલે પીડા, તડપવું, વ્યથા, દર્દ, દુ:ખ. મુત્યુ એટલે શારેરીક વ્યાધી, રોગ, તાપસંતાપ. મુત્યુ એટલે ઉપાધી, છેલ્લી વખતના જીવનની ક્ષણો ઉચાટમાં, દોડા દોડી, ભાગમ્ ભાગ માં, મુત્યુ એટલે અંતિમ ક્ષણ પહેલાં ગમગીની, શોક, ભારપુર્વકનું વાતાવરણ, મુત્યુ એટલે અકસ્માત, દવાદારૂ, દવાખાનું. મુત્યુ એટલે અંતિમ સમયોમાં ચાકરી, સેવા, બીજાની મદદે સહારાથી, સહાયનું જીવન. મુત્યુ એટલે સહેવું, સહન કરવું, સહન કરાવવું. મુત્યુ એટલે ભય, ડર, કંપન, વિવશતા, લાચારી, બેચેની, મરજી વિરુધ્ધ ની ક્ષણ. મુત્યુ એટલે ઈચ્છાઓની અપૂર્તી,હજુ કંઈ બાકી રહી ગયાનો,કંઈક માંગણીનો, વશવસો. મુત્યુ એટલે મુંઝવણ, પ્રશ્ર્નો, સમસ્યાઓનો સામનો.
પરંતુ એ વ્યક્તિએ મુત્યુની વ્યાખ્યા જ બદલી નાંખી.તેમને મુત્યુની ક્ષણને આ રીતે પામીને સાબિત કરી બતાવ્યું કે આવું પણ મુત્યુ હોય છે, જો એ રીતે મુત્યુને પામી શકો તો.પણ તે માટે એ રીતે જીવન જીવી શકો તો. અહીં મુત્યુની વ્યાખ્યાનું પણ ખંડન થયું.
4- દુ:ખ, સંર્ધષ, કે ગરીબી પણ એક આર્શીવાદ હોય છે.
5- જીવનની વિકટ પરિસ્થિતીમાં પણ જો હકારત્મક વલણ થી, જો આયોજન પુર્વક જીવન જીવાય તો જીવન નહિં પણ મુત્યું પણ આપણી તરફેણમાં જ રહે.
6- વારસામાં કોઈ વસિયતનામું, કે કોઈ ભૌતિક સંપત્તિ નહિં, પણ પ્રરેણાત્મક જીવન પ્રસંગો અને ઘટનો, અનુભવો પણ આપી શકાય.
7- જો આજ ને ભક્તિમય, આર્દશમય, સાચીનિતિ થી, કોઈનું બુરુ કર્યા વગર, કોઈનું બુરુ વિચારર્યા વગર, કોઈનાં હર્દયને ઠેસ પોંહચાડીયા વગર જીવવામાં આવે તો ભવિષ્યની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, ભવિષ્ય માટે કંઈજ ભેગું કરવાની જરૂર નથી.

તેમના જીવનનાં જીવનભરનાં કેટલાંક સત્યો, ફેક્ટસ………ઘટનાઓ, પ્રસંગો,

1- સોમવાર નો ઉપવાસ.
2- મળસ્કે 4-30 થી 5-30ની વચ્ચે જાગી જવું.
3- દરરોજ મંદિરે દર્શન માટે 5-6 કિ.મિ. ચાલતા જવું.
4- પોતાની માલિકીની એકય વસ્તું નહીં, ન ઘર, ન બેંક એકાઉન્ટ, ન સંપત્તિ.
5- ન કંઇ વાપરી લેવાનો, કંઈ ભોગવી લેવાનો, કંઈ પહેરી લેવાનો ,કે ન કોઈ ખાય લેવાનો મોહ.
6- ક્યારેય પાછલાં જીવનની ચિંતામાં કંઈ ભેગુ કરવું, ન સેંવિગ, ન ચિંતા.
.
.
.
જીવન પુસ્તક કોઈ પાના-પુષ્ઠ વચ્ચે લખાયેલ નથી હોતું…..કે નથી એક જ વખત માં વાંચન કરી પુરુ કરી શકાય..ફરી કોઈ વાર બીજી ઘણી વાતો અને ઘણી ઘટનાઓ વીશે વધુ………..

અર્પણ
પૂજ્ય પિતાશ્રીને

નજરે પડે કદી કોઈ જીવન સંર્ધષ,
તમે યાદ આવો તત્કાળ અનિમેષ.

નોંધ-

( તારીખ-26-03-2012 નાં રાત્રે મારા પિતાશ્રીનું અવસાન થયું હતું, ઉપર જણાવેલ સત્યઘટના તેમનાં અવસાન વીશેની છે.)

બાબુ રાણા.

Read Full Post »