Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2011

21-08-2011
રાણા બાબુ.

માણસ માં માણસ નો જન્મ, ..પણ કયારે ?
હજુ તો હાડમાંસ ની ગંધ અને ધુમાડા થી મારો શ્ર્વાસ ઘુંટાય રહ્યો છે. ત્યાં તો મને દૂર ફરી એક ટોળું આ તરફ આવતું દેખાયું.ફરી એવું જ એ ટોળું, એ હાલ્લી માં થી ઉડતો ધુમાડો….અનેહાલ્લી ને લઈને ચાલતો એ આદમી, કદાચ જેને ઉંચકી ને લાવી રહ્યા છે તેનો કોઈ અંતજન હશે…., ટોંળા ની બાજુ એ રસ્તા ની ધારે ધારે ચાર પાંચ કૂતરાઓ પણ દોડી આવતા છે. જેમને બીજા એક ભાઈ ના હાથમાં રહેલાં બુંદી અને ગાંઠીયા ના પડીકા માં રસ છે, કે ક્યારે તેમના માટે નાંખવા માં આવે.ક્યારેક હું વિચારતું રહું છુ કે માનવ જાત પણ શું માન્યાતા ધરાવતા હશે કે,કૂતરાતેમની સાથે સ્વગૅ સુધી આવશે….જે બુંદી અને ગાંઠીયા ની લાલચ આપી અહીં સુધી તેડી લાવે છે.પણ હવે તો એવા ધમૅરાજ પણ નથી અને એવા કૂતરા પણ ક્યાંથી જે સ્વગૅ સુધી જાય. કૂતરાઓ ને તો સ્વગૅ ના દ્વાર નહીં પણ છેલ્લે અહીં અંદર પ્રવેશદ્વાર પહેલા વધેલાં બુંદી અને ગાંઠીયા તેમના માટે નાંખવા માં આવે ત્યાં સુધી જ સ્વગૅ દેખાય છે.અને આ માણસો નું પણ શું કેહવું….જુઓ ને, કેટલાં ઝડપ થી, ભાગતા હોય તેમ દોડતા બધાં જલ્દી પોંહચવાની ઉતાવરમાં આ તરફ આવી રહ્યા છે. ફરી આ ધુમાડા થી મારો શ્ર્વાસ રૂંધાય છે. મને ખાંસી ઉપડી આવે છે. કયારેક મને પણ મારા નસીબ પર વિચાર આવે છે. ….ક્યાંક હું પણ ગામની વચ્ચેક્યાંક બાગ માં ઉગ્યું હોત, તો ગામની વચ્ચે મારી શોભા વધત અનેં હું પણ બાગ માં મન ને તૃપ્તી, શાંતી આપનારુ બની માનવ જાત ને ઉપયોગી બનત…., અથવા તો ક્યાંક રસ્તાની બાજુએ ઉગ્યુ હોત ..તો તો કદાચ કોઈ વટેમાગૃઁ અને કોઈ મુસાફીર ને પોળો, ઠાક ખાવા , ..વિશ્રામ લેવા માટે ના સ્થાન તરીકે ગવઁ પામત.પણ અહીં આ સ્મશાનમાં … ઓહ…!..ઉંફ…!…આ ઉઘરસ, ખાંસી ….એટલા માટે નહી કે મારી ઉંમર થઈ ગઈ….પણ આ ધુમાડો …આ ગંધ, ..હજુ આ બાજુની ચિતાની આગ હોલવાય નથી, ત્યાં તો ટોળું સ્મશાનમાં પ્રવેશી ગયું. મને ખબર છે, ..આ બાજુ માં ખાલી પડેલી જગ્યાએ જ આ લોકો અગ્નિદાહ આપશે.મને ખબર નથી પડતી …હજુ આ લોકો કેટલાંને અગ્નિદાહઆપશે, ..હજુકેટલાંનેઅહીંલાવશે…વષોઁથઈગયા, સદીઓથઈગઈ…નથીઆગામખાલીથતુંકેનથીઆસ્મશાનનાંલાકડાખાલીથતાં. આમતોઆસ્મશાનમાંવચ્ચેસ્થાનપામીનેહુંમાનવજાતિનાઅચળ, અફળજન્મમૃત્યુ ના પ્રવાહનું મુક સાક્ષી છું. મૃત્યુ નું તો એટલા માટે કે બધા નાંઅગ્નિદાહ અહિં મેં મારી સામે જ જોયા છેં.પણ જન્મ પણ અહિં જ આ સ્મશાનમાં જોયા છેં. ચિતા તૈયાર થાય…અને અગ્નિદાહ અપાય જાય પછી એ ટોળાના લોકો અહિં આમ તેમ જગ્યા ખોળી ગોઠવાય છેં. કેટલાંક સ્મશાનની પાળી પર, તો કેટલાંક ત્યાં દુર કોઈ સ્વગઁસ્થનાં સ્મરણાઁથે મુકાયેલ બેન્ચ પર અને ઘણાં ખરાં મારા ઓઠે મારા છાંયે પણ ભેગા થઈ બેસે છે. અને ત્યારે મેં આ જન્મી ચુકેલા માણસોમાં પણ નવા જન્મ થતાં જોયા છેં. મને ખબર છે….આ સ્મશાનમાં પગ મુકતાં જ બધાં જ જીવતા માણસો નો આત્મા વાસ્તવિકતા નું કંપન અનુભવે છે.અને સ્મશાનમાં હોય ત્યાં સુધી તેનાં માં નવો આત્મા જન્મે છેં. આ નવો આત્મા પોતાની સાથે જ સંવાદ કરે છે.
અરેરે…..રે..શું લાવ્યાતા અને શું લઈ જવાના ?,મોત નો શું ભરોસો ?, લો આ ભાઈ ઓંચિતાં જતા રહ્યા હવે શું ?,મૃત્યુ પછી શું ?, આ બધું જીંદગી ભર ભેગું કરતાં રહ્યા તેનો શું મતલબ?,મારું તારું બધું અહિં નું અહિં જ રહેવાનું, જીવન ક્ષુણૃભુંગર છેં. મૃત્યુ જ સત્ય છે. જેવા ઘણાંય પ્રશ્ર્નો પ્રતિપ્રશ્ર્નો પ્રસવપિડા ઉપાડી નવાઆત્મા ને જન્મ આપે છે. જીવતો માણસ મૃત્યુ પામેલાં ની અંતિમવિધિ જોયા બાદ હલી જાય છે.ત્યારેમાણસ નાં અભિમાન ને, ગવઁને , મૃત્યુ પામેલાં જોઈ માનવતા નોજન્મ મેં મારા ઓઠા હેથળ જોયો છે.હવે ઘણો ઓછો સમય બચ્ચો છે. …અને ઓછામાં પણ કેટલો તે નક્કી નહી, તો ચાલો જીવન સુધારીએ, ચાલો થોડું સારું કામ કરતા જઈએ. ..એમ ઘણાંય જીવતાં માણસો માં નવા જન્મતા માણસોને જોયા છે.માણસ બનતા જોયા છે. માટે જ કહું છું..આ સ્મશાન માત્ર સ્મશાન નથી ….કેટલાક સમય માટે માનવ માં માનવ તરીકેનું જન્મસ્થાન પણ છે. પણ આ નવા જન્મનું આયુષ્ય ખુબ જ ટૂંકુ હોય છે. જેટલો સમયસ્મશાન માં હોય ત્યાંસુધી…જેવા સ્મશાન ની બહાર પગ મુકાય કે ફરી આ માણસો પોતાના અસ્સલ સ્વરૂપમાં આવી જાય છે. એ નવો જન્મેલો, એ નવો માનવતા નો જન્મસ્મશાન ની બહાર જ દમ તોડી નાંખે છે. અને આ નિસ્થુર સ્વાથીઁ માણસો ને તો જુઓ, એ સાચા આત્માને, અને નવીજન્મેલી માનવતા ની અંતિમવિધિ માટે સ્મશાન પણ નથી બનાવ્યું, તેની લાશને તો પાછી પોતાના માં જ, પોતાના અહંકાર,દંભ, ગવૅ, સ્વાથૅ, ની જમીન ની નીચે એટલે ઉંડે ધળબોળી દે છે કે ફરી કોઈને લઈને અહિં અગ્નિદાહ આપવા ના આવે ત્યાં સુધી તેની સંવેદના પણ નથી સ્પશૅતી.
અહીં જ આ સ્થાનેઆજે વષોઁ થઈ ગયા…અહીં મેં પેઢીઓ ની પેઢીઓ અને વંશવારસો ની અંતિમવિધિ જોય છે. તેમાં પણ ક્રમ નહી કોણ પેહલો અને કોણ પછી, કયારેક બાપ દિકરા ને લઈને આવ્યો છે તો કયારેક દિકરો બાપ ને…ખબર નહીં પંરતુ આ સ્મશાનપર માનવજાત માં જાણેપુરૂષો નું જ અધિપત્ય હોય તેમ, ક્યારેય સ્ત્રીઓ ને જીવીત હાલત માં સ્મશાન માં પ્રવેશવા નો હક્ક નથી આપ્યો.સ્ત્રીઓ ને તો અહીં મૃત હાલત માં જ એ લોકો પ્રવેશ આપે છે. સાચું કહું તો ..અંતિમવિધિ માટે આવેલા ટોળાઓનો, સમુહો નો, સમાજોનો…અહીં સ્મશાનમાં ચિતા નો અગ્નિ ઠરે તેટલાં સમય પુરતો ..ચિત્રવિચિત્ર મેળો ભરાય છે. એ ફેળિયા, ચગદોળ, ગીતદોહા, નૃત્ય વગર નો સ્થીર ગંભીર પણ વિવિધ માનવ સ્વભાવો નો, અભિપ્રાયો નો, સંવાદોવિસંવાદો નો અહીં સ્મશાનમાં મેળો જોમે છે.કોઈ મારા ઓઠે, પાસે, તો કોઈ દૂર ગોઠવાય છે,અને પછી ધીમી ધીમી વાતો નો દોર શરૂ થાય છે. અને વાતો ના વિષયો પણ કેવા….., કેટલાક તો જાણે તેમને ક્યારેય અહીં આવવાનું જ ના હોય તેમ દુનિયાદારી ની એલફેલ માં પડ્યા હોય છે. તો અગ્નિદાહ પછી દિકરાઓ મિલકત ની ભાગીદારીમાં જામ્યા હોય છે. નજીક નાં સગાસંબધીઓ બારમા તેરમા સુધી ની વિધિ ના આયોજન માં લાગ્યા હોય છે.અને કેટલાંકમૃત્યુનીવાસ્તવિકતા જાણી ડર નાં માયાઁ મોક્ષ ની ચિંતા માં આધ્યાત્મીક તત્વ ચિંતન માં પોરવાયા હોય છે. ઘણાંખરા ને તો જીવન માં રસ હોય તેમ વારેઘડીએ હાથ ની ઘડીયાળ માં સમય જોતા રહેતા હોય છે, કે ક્યારે આ ચિતા ઠંડી પડે ને આપણે આપણા કામ પટાવવા ભાગીએ. આ માણસો ના સમાજ નો આ મેળો અહીં થોડા સમય માટે અવનવા વિવિધ રંગો પાથરતો રહે છે.
આમ તો આ ચોક્કસઅંતિમ સંસ્કાર ની વિધિ ના સમય પુરતો જ માનવ મેહરામણ અહીં ઉભરાય છે. બાકી પછી તો નીરવ શાંતિ, અસ્ખલીત ખામોશી છવાયેલી રહે છે. આવા સમયે દૂર ગામ માં મારી નજર જાય છે, અને ત્યાં દેખાય છે નગર શેઠ ની હવેલી નો ઉંચો મીનારો.આ મીનારા ની નીચે હવેલીમાં કેટલાંય છોકરાઓ અને તેનાંછોકરાઓ ના જન્મ રૂપે શેઠ નો વંશવેલો વધતો રહ્યો છે. જેમ છોકરાઓ ના જન્મ થતાં તેમ હવેલીમાં પણ અલગ ભાગો પડતાં અને એક મીનારા ની નીચેહવેલીમાં ઘણાં અલગ ઓરડા અને અલગ ઘરજન્મતા.કુટુંબોમાં માણસો નો અલગતા, સ્વતંત્રતા નો વાદ મીનારાએ આખ ગામ માં ઉંચાઈ એ થી જોયો છે.ભાગલાં…, માણસોની મિલ્કતો ના, વિચારો ના,સમજો ના, સમાજો ના. ગામ નાં બધાં જ લોકોઅલગઅલગ ઘરો બનાવી, અલગ અલગમિલ્કતો વસાવી,અલગ અલગસમાજો બનાવી જીવતા, પરંતુ , છેલ્લે તો બધાં આ એક જ સ્મશાનમાં આવતા અને એક જ જગ્યાએ બળતા હોય છે.માણસ નું ઘર પોતાનું અલગ, ગાડી પોતાની અલગ, બેંક એકાઉન્ટઅલગ, કપડા, ટોયલેટ, બાથરૂમ…બધું જ અલગ, તો પછી આખા ગામ વચ્ચે સ્મશાન કેમ એક જ, માણસ પોતાનું સ્મશાન અલગ કેમ નથી બનાવતો. જે કુટુંબ એક ઘર માં સાથે ના રહી શકે…તે એક સ્મશાનમાં કેવી રીતે બળી શકે.ત્યારે મનેં વિચાર આવે છે. કે શું માંડ્યુ છે ?, આ માણસો એકુટુંબ ના નામે, …સમાજ ના નામે…,જીંદગીના નામે, ..અરે માણસ ના નામે?,શું આને જ જીવન કહેવાય ?. ત્યારે જ મનેં થાય છે કે દરેક માણસ ને પોતાનું અલગ સ્મશાન શા માટે નથી હોતું ?. શા માટે આખા ગામ ની વચ્ચે એક સવઁ સામાન્ય સ્મશાન રાખવા માં આવે છે ?.ઘર ની જેમ રંગાવેલું, રંગીન, ટાઈલ્સ ગાલીચા ના ફલોંરીંગ થી મઢેલું, રાસરચીલા થી સજાવેલું, સ્મશાન શા માટે નથી હોતું ?.જ્યારે અંતે અહીં જ જવાનું છે, તો તે જગ્યા આટલી સવૅ સામાન્ય નીરાધાર શા માટે છોડી દેવા માં આવે છે. ગામ….ગામ એટલે..ઘરો નું, ફળીયાઓ નું, શેરી મોહલ્લાઓ, બજારો, સોસાયટીઓ નું…ઝુંમખુ. અને આ ઝુંમખા માં થી અહીં એક ઓરડા કરતાં પણ નાની જગ્યા માં માણસો ઠલવાતા રહે છે. મારી જેમ ક્યારેક મીનારા અને માણસો ના મન માં પણ એક વિચાર તો ઝબકી જ જતો હશે..કે…” રસ્તો તો ઘર થીસ્મશાન સુધી નો જ હતો….પરતું ત્યાં પોંહચવા માં આખી જીંદગી નો સમય લાગી ગયો.”
પણ …માણસ તો માણસ હોય છે. અલગ ના બનાવે તો માણસ શાનો ?અલગ બનાવ્યુ, પણ ..આ શું ? આ રીતે..!, આવું…!, આ રીતે તો સ્મશાન અલગ બનાવવાનું ન હોતુ કહ્યુ, અને બનાવ્યુ તો પણ કોના નામે ….!ધમઁ ના નામે… !પણ હું કહુ છુ કે અલગ કયુઁ અને બદલ્યુઁ તો આટલી હદે ..,ધમઁ થી અલગ થયો કે જાણે માણસ નું આખું અસ્તિત્વ જ અલગ થઈ ગયું. સ્મશાન મટી ને કબ્રસ્તાન થઈ ગયું,અંતિમવિધિમટી ને દફનવિધિ થઈ ગઈ. પરંતુ, મેં આવો તો અલગતાવાદ નહોતો વિચાયોઁ, એટલા હદ ની અલગતા કે મૃત્યુ પછી પણ બધું જ અલગ. અમે વૃક્ષો પણ ધણાં અલગ હોઈએ છીએ. ફળ, ફુલ, પાન, કદ, આકાર, ઉગવાની જગ્યા,બધું જ અલગ,પરંતુ, અંત તો તો પણ એક સરખો જ, એક સરખી જ અંતિમવિધિ. એક સરખુ જ કપાવું, એક સરખુ જ બળવુ, એક સરખુ જ સડી ને કોહોવાવાનું, એક સરખુ જ જમીન માં થી ઉખડી ને પડવું. અંતમાં કોઈ અલગતાવાદ નહી, કે ન કોઈ ભેદભાવ, ના કોઈએકઉખડી ને પડવા ને બદલે ઉડ્યુઁ હોય, કે ના કોઈ બળવા માં અગ્નિ ને બદલે ઠંડી થી બળ્યું હોય. ના ..! પણ, માણસો તો અંતે પણ અલગ, અલગ. ફરક માત્ર સ્મશાન કે કબ્રસ્તાન નો નથી, પરંતુ,મૃત્યુ પછી પણ એક પાળિયો બની પાદરે પુંજાય છે, અને બીજો છબી બની ઘર ની દિવાલ પરપુંજાય છે.એક દફન થયા પછી મઝાર બની દરગાહ બને છે, જ્યારે બીજો દફન થઈ ને માત્ર કબર બની રહે છે.પાળિયા અને છબી માં, કબરઅનેમઝાર માં બહુ માટો તફાવત હોય છે. કોઈ ને એવું જીવન નથી જીવવું કે પોતાના પાળિયાપુંજાય, પોતાનીમઝાર પર બંદગી થાય. પણ આ હું શું જોવ છું ?, અહીં તો માત્ર કબરો જ બનાવવાની હોડ જામી છે. અને આ તે કેવો ધમઁ જે અંતે પછી પણ અલગ પાડી દે. અમારા વૃક્ષ ધમઁ માં તો આવું નથી. અમારી છાંયે તો જે આવે તે બધાં ને સરખી શીતળતા મળે, જે પાડે તે બધાં ને સરખાં ફળ મળે.અમારા વૃક્ષ ધમઁ માં પક્ષપાત કે ભેદભાવ નથી હોતો, કે તમે આંબા ના વૃક્ષ પાસે ફળ માંગો ને તે તમને કેરી ને બદલે કેળું આપે.વૃક્ષ ધમઁ એટલે ઉગવું, અને ઉગવું તે પણ પરોપકાર માટે. જ્યારે એક વૃક્ષ કપાય ને પડે છે, ત્યારે એક ધમઁ કપાય ને પડે છે.માણસો એ ધમઁ ને શું વ્યાખ્યા આપી હશે ? પણ હા…એટલું તો જાણું છુ, અને ચોક્કસ કહિશ આ માણસો માટે કે, “પછી ત્યાં અંદર કબર માંહી રાહ જોવાતી રહી, પણ દફનાવી ને ગયા પછી કોઈ ફરી મળવા ના આવ્યું”.
જીવન આ જ નથી, મારી ચોતરફ ફેલાયેલી ધટાદાર ધટાઓ માં ડાળીઓ પર નજર કરું તો…અહિં પણ એક જીવન હોય છે…, પંખીઓ નું. માળાઓ માં પણ જન્મ થતાં હોય છે. પણ.., કેવું સહજ, કેવું સરળ, કેટલું નિદોઁષ, અને કેટલું પ્રાક્રુતિક…એ પંખીઓ નું જીવન.કોઈ અભિમાન કે કોઈ ગવઁ ના ભાર વગર દૂર દૂર આકાશ માં સ્વવિહાર કરતું રહેવાનું, કેટલું વજન રહીત આકાશમાં ઉંચાઈ પર ઉડાન ભરી જીવન જીવવાનું.એ ડાળીઓ પર કિલકિલાટ, અને એ કલરવ. ન ભેગું કરવાનો ગમ કે ના ગુમાવાનું દુઃખ, ન લૂંટાઈ જવા નો ડર કે ના છુટી જવાનું દદઁ.માણસ પંખીઓ પાસે થી આવું જીવન જીવવું શીખતો કેમ નહી હોય. પણ શું કરી શકાય…?, માણસ તો પોતે જ સવઁ પ્રાણીઓ માં શ્રેષ્ઠ બુધ્ધીશાળી હોવા નાં વેહમમાં જીવતો હોય છે.
આમ તો પ્રકુતિ એ મનેં ખુબ લાંબુ જીવન આપ્યું છે. ધણાં વષોઁ થી હું છુ, અને હજુ ધણાં વષોઁ રહીશ.પણ હું ઈચ્છું છું, કે હું ત્યાં સુધી જીવું, કે ત્યાં દૂર ગામ માં માણસ ને માણસ તરીકે જન્મી, માણસ તરીકે જીવતો જોવ.

Advertisements

Read Full Post »