Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2013

માહિતી ..જ્ઞાન, અને ડાહપણ…………… બાબુ રાણા.

Information is beginning of knowledge,
Knowledge is the beginning of wisdom,
Wisdom is awareness of ignorance.

માહિતિ એ જ્ઞાન ની શરૂઆત છે, જ્ઞાનએ ડાહપણ ની શરૂઆત છે, અને ડાહપણ એટલે (પોતાના) અજ્ઞાન અંગે ની સભાનતા.

Information(માહિતી): To collect data or details through Reading, Hearing, Smelling, Observing, and Feeling.માહિતી મેળવવી એટલે વાંચવુ, સાંભળવુ, અવલોકવુ, સંવેદવુ. માનવ શરિર ની સ્થુળ ઇન્ડ્રીઓ જે બાહ્ય જગત સાથે સીધી જ સંપૅક માં આવે છે તે માત્રInformation મેળવે છે. આંખ, કાન, નાક, સ્પશૅ. સારુ પુસ્તક વાંચવુ, મહાન વક્તા ને સાંભળવુ, વસ્તુ, ઘટના, કે બનાવ ને અવલોકવુ,નાક વડે સુઘંવુ, કે હાથ વડેસ્પશૅવુ, તેના થી આપણે માત્ર માહિતી મળે છે.

Knowledge(જ્ઞાન): To Organized information is knowledge. જે કંઈ બધી માહિતી ભેગી થાય તેને પોતાની જાત સાથે બેસી વિચારી સુગ્રંથિત કરીએ તો તે માહિતી જ્ઞાન બને.સુગ્રંથિત કરવુ એ આંતરીક પ્રક્રિયા છે જે માણસ ના મગજ માં ઉંડે થાય છે.

Wisdom(ડાહપણ): To use of organized information in action, or preparation of some action on base of knowledge is wisdom.જ્ઞાન ને ધ્યાન માં રાખી (એટલે કે વ્યવસ્થિત આયોજીત માહિતી ને આધારે) કોઈ નાનકડો મુદ્દો તૈયાર કરવા માં આવે અને તેને આચરણ માં મુકવા માં આવે તો તેને ડાહપણ કહેવાય.ડાહપણની પ્રક્રિયાજે માણસ ના મન માં ઉંડે અંતઃકરણ માં થાય છે.

Information દુનિયા માં થી મળી રહે છે, પરંતુ, (જ્ઞાન)Knowledge અને (ડાહપણ)Wisdom વ્યક્તિ એ જાતે પેદા કરવા પડે છે.આ માટે માનવ શરિર જેનો ઉપયોગ કરે તે છે, મગજ અને મન. વિચાર શક્તિ ( Thought Power) અને ઇચ્છા શક્તિ (Will Power). મગજ ની વિચાર શક્તિ ( Thought Power) અને મન નીઇચ્છાશક્તિ (Will Power)વડે જે પેદા થાય છેતેપોતાના અજ્ઞાન અંગે ની સમજણ.

Information + ThoughtPower= Knowledge
Knowledge+ will Power =Wisdom
Wisdom = Awareness of ignorance.

વિચારશક્તિ ( Thought Power) : ચિંતન, કોઈ પણ બાહ્ય વસ્તુ ની પ્રતિક્રિયા પર જ્યારે મગજ લગાવી ગહન ચિંતન કરવા માં આવે, તેના માટે પેદા થતી માનસીક સ્થિતિ એ વિચારશક્તિ છે.આજકાલ આપણે જીવન પાસેથી વધુ માં વધુ મેળવવા માટે આપણી વિચારશક્તિને મશીનોના હવાલે કરી રહ્યા છે.સાવૅત્રિક સત્ય ન હોય તો પણ સામાન્ય રીતે આપણે એ વાતને સાચી માનીશું કે જેમ જેમ આપણા ઘરો માં યંત્રોનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ તેમાં વિચારશીલ લોકોનું પ્રમાણ ઘટતું જાય છે. જીવન પર પોતાની પકડ જાળવી રાખવાનો એક ઉપાય છે તે, યોગ્ય અને ગહન ચિંતન. આજકાલ આપણે બધા મુક્તચિંતનની પ્રશંસા કરતા થાકતા નથી.મુક્ત ચિંતન સારું છે. પણ યોગ્યચિંતન એનાથી પણ વધારે સારું છે. અનેયોગ્ય ચિંતનનું ગહન ચિંતનમાં ફેરવાય જવું એ સૌથી ઉત્તમ છે.

ઇચ્છા (Will): ‘ ઇચ્છા આત્મા અને મન નું મિશ્રણ છે ‘. આત્મા સમગ્ર કાયૅકારણ સંબંધો થી પર છે.એ અખંડ ચૈતન્ય છે. આ ચૈતન્ય માં ઇચ્છા નો અભાવ છે. કારણ કેઇચ્છા નો ઉદય કોઈ ને કોઈ બાહ્ય વસ્તુ ની પ્રતિક્રિયા ના પરિણામે થાય છે. અને અખંડ ચૈતન્ય માં એવું કંઈ પણ નથી. આત્મા જો કે એના શુધ્ધ અને મૂળ સ્વરૂપ માં મુક્ત છે. તો પણ દેહ અને મન સાથેના તાદાત્મ્યને કારણે તે બંધાય જાય છે. બીજા શબ્દ માં કહીએ તો એ સ્થિતિ માં આત્મામુક્ત હોતો નથી. શુધ્ધ આત્મા જ્યારે માયામાં બંધાઈ જાય છે, ત્યારે તેની પ્રથમ અભિવ્યક્તિ ઈચ્છા ના રૂપ માં થાય છે. એઆત્મા અને મન નું મિશ્રણ છે. અને મન પણ સૂક્ષ્મ પદાથૅ છે.આ રીતે ઈચ્છાચૈતન્ય અને જડ, પ્રકાશ અને અંધકાર – આ બે પ્રવાહો થી બને છે.

જગત માં દેખાતી બધી ક્રિયાઓ, બધી ગતિવિધિઓ, મનુષ્યે મેળવેલી બધી સિધ્ધિઓ,મનુષ્ય ની ઇચ્છાનો જ આવિભાઁવ છે. માનવીય સભ્યતાના જે તત્વો ઉપર આપણે ગવૅ કરીએ છીએ કે ખેદ કરીએ છીએ, વિજ્ઞાન ના ક્ષેત્રમાં જે કંઈ આપણને આશ્ર્વયૅ પમાડે છે, ધમૅ ની બાબત માં જે કંઈ આપણને અવાક્ કરી દે છે, એ સઘળું મનુષ્ય ની ઇચ્છા ની જ અભિવ્યક્તિ છે.

ઇચ્છાશક્તિ (Will Power) આ ઇચ્છાશક્તિ ચારિત્ર્યથી ઉદ્રભવે છે, અને આ ચારિત્ર્ય કમૅ ને લીધે રચાય-ઘડાય છે. જેવું કમૅ, તેવું ઇચ્છાશક્તિનું આવિષ્કરણ. વ્યવહારીક ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો ઇચ્છાશક્તિ એ મન ની એવી સકારાત્મક અને રચનાત્મક ક્રિયા છે, જે આપણને ઇચ્છિત કાયોઁ નિશ્ર્વિતરૂપે કરવા અને અનિચ્છિતકાયોઁથી એવા જ નિશ્ર્વિતરૂપે બચવા માટે પ્રેરિત કરે છે, પ્રવૃત કરે છે અને સક્ષમ બનાવે છે. એ મન ની એવી શક્તિ છે કે જે અનુકૂળ કે પ્રતિકૂળ, જ્ઞાન કે અજ્ઞાન, બધી જ પરિસ્થિતિઓમાં આપણને યોગ્ય જણાતાં કાયોઁ કરવામાં અને અયોગ્ય જણાતાં કાયોઁથી બચવા માટે શક્તિમાન બનાવે છે.
આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ.
અહી નૂયુટન ને યાદકરવો જોઈએ,નૂયુટને જ્યારે સફરજન ને ઝાડ પર થી પડતા જોયુ,એ એક ઘટના, હવે વિચારો કે જો તે સમયે નૂયુટન પાસે ચપ્પુ, કે મિક્ક્ષર મશીન હોત તો શું થાત, મતલબ કે નૂયુટન જો આધુનિક યંત્રો થી લદાયેલ હોત, અથવા નૂયુટને પોતાની વિચારશક્તિને મશીનોના હવાલે કરી હોત તો તે કદાચ સફરજન નું જ્યુશ કાઢી ને પી ગયો હોત કે ચપ્પુ વડે કાપી ને ખાય ગયો હોત.પણ અહી શું થયું તે આપણે જાણીએ છીએ.સફરજનનેઝાડપરથીપડતાજોયુ,મતલબકેનૂયુટનેઅવલોકનમારફતેએકમાહિતી, Informationમેળવી, ત્યારબાદતેનાપરપોતાનીવિચારશક્તિઉમેળી, કે સફરજન ઝાડ પર થી નીચે જ શા માટે આવ્યુ, અને ત્યારે તેને પૃથ્વીના ગુરૂત્વાકષઁણ બળ નું જ્ઞાનKnowledge પ્રાપ્ત થયું.અને ત્યારે જ દુનિયા ને ગતિ ના નિયમો તરીકે નૂયુટનના જ્ઞાન Knowledge નું ડાહપણ મળ્યું.મતલબ કે જે અત્યાર સુધી જે ગુરૂત્વાકષઁણ બળ, અને ગતિ ના નિયમો નું જે અજ્ઞાન હતું તેનું જ્ઞાન થયું.આજે એ જ્ઞાન ની મદદ થીદુનિયાએ જે અસિમિત પ્રગતિ હાંસલ કરી છે તે ઇચ્છાશક્તિ (Will Power) ડાહપણ નું પરિણામ છે.
સ્કુલ માં ટીચર તરફ થી જે કંઈ ભણાવવા માં આવે છે તેખરેખર માત્રInformation છે. જેઆખા વગૅ માં એક સરખી આપવા માં આવે છે. ભણાવુ મતલબ કે માત્ર Informationઆપવી, પરંતુ ભણાવા માં આવેલા પર અભ્યાસ કરવો(Information પર ચિંતન કરવુ, Information માં વિચાર શક્તિ ઉમેળવી) તેનો મતલબ જ્ઞાન મેળવવુ થાય. એ જ્ઞાન નો will Power વડે પરિક્ષા માંઉપયોગ કરવો, જીવન ની પરિક્ષા માંઉપયોગ કરવો એટલે ડાહપણ. ખરેખર અહિં ફરક પડી જાય છે. સ્કુલ માં ટીચર તરફ થી Information આખા વગૅ માં એક સરખી આપવા માં આવે છે.સ્કુલ માં ટીચરએક સરખુ શીખવાડે છે, છતા આખા વગૅ નુ રીઝલ્ટ અલગ અલગ હોય છે.મતલબ Information પર જે Thought Power અને will Power જે ઉપયોગ કરવા નો છે તેમા દરેક સ્ટુડન્ટે ફરક પડે છે. જેસ્ટુડન્ટ પર આધાર રાખે છે કારણ સ્ટુડન્ટ ના સ્થાને પોતાને મુકી વિચારો એટલે ખ્યાલ આવે, સ્ટુડન્ટ પાસે એક માહિતી આવી, હવે એ માહિતી પર તે મગજ અને મન નો કેટલો અને કેવો ઉપયોગ કરે છે તે જોવુ રહ્યુ. આથી જ એક જ 60 સ્ટુડન્ટો ના વગૅ માં થી એક ડોકટર બને છે તો એક એન્જીયર,એક નેતા બને છે તો એક ક્રિમિનલ,એક પ્રોફેસર બને છે તો એક દુકાનદાર.
માત્ર પુસ્તક માં થી માહિતી આપવા માં આવે તો તે શિક્ષણ થયું કહેવાય, પરંતુ જો ટીચર માહિતી આપવાની સાથે સાથે તેના પર કેવો અને કેટલો વિચાર કરવો તે શીખવે તો તે થઈ કેળવણી, અને જ્યારે કોઈ વિધાથીઁ આવી કેળવણી નો જીવન માં ઉપયોગ કરે ત્યારે તે ઘડતર થયું કહેવાય. ટીચર એ જોવા નું છે કે તે શિક્ષણ આપે છે, કે કેળવણી કરે છે કે ઘડતર.પરંતુ ક્યારેક ટીચર કહે છે કે તેની જોબ પ્રોફાઈલ માં, સ્કોપ માં માત્ર શિક્ષણ આપવું જ આવે છે. શિક્ષણબોડેઁ જે પુસ્તકો નક્કિ કયાઁ છે, તે પુસ્તકો માં ની માહિતી ચોકક્સ સમય દરમ્યાન ચોકક્સ સમયપ્રત્રક અનુસાર ક્લાસ માં વહેંચી દેવાની હોય છે. પછી વિધાથીઁ એ માહિતી પર શું ક્યુઁ તે ટીચર નો વિષય નથી.બીજું કે આ શિક્ષણ લેવા સ્ટુડન્ટસ્કુલ માં આવે પણ છે કે નહી તે જાણવાની પણ ટીચર ની જવાબદારી નથી. વિધાથીઁક્લાસ માં શારેરીક તેમજ માનસીક બન્ને રીતે હાજર હોવો જોઈએ. શારેરીક રીતે પ્રત્યક્ષ તો તેને સ્કુલે મોકલવાની માનીલો કે મા-બાપ ની જવાબદારી છે.વિધાથીઁ, તેને નિયમિત ઉઠાડી, તૈયાર કરી, વાહન વ્યવસ્થા કરી સ્કુલ માં પોંહચાડવો. પરંતુસ્કુલ માંપોંહચી ગયા પછી તેને માનસીક પણ સ્કુલ માં હાજર રાખવો ટીચર ની જવાબદારી થઈ જાય છે. તમારા શિક્ષણ ને, કેળવણી ને, ઘડતર ને, શિક્ષણબોડેઁ આપેલાપુસ્તકોની માહિતી ને, પોતાની આવડત થી, કૌશલ્ય થી એટલી તો રસપ્રદ બનાવો, આ આખી પધ્ધતિ ને એટલી સરળ અને એક રમત જેવી બનાવો કે જે વિધાથીઁ ને માનસીક પણ ક્લાસ માં હાજર રાખે.અને જ્યારેશિક્ષણઆટલુંરસપ્રદ બનશે, ત્યારે જ સ્કુલ-કોલેજ પણ સ્ટુડન્ટ માટે સિનેમાહોલ જેટલું જ પ્રિય બનશે.સ્ટુડન્ટ ને જાતે જ થવું જોઈએ કે મારે સ્કુલ-કોલેજ જવું છે, તે જાતે જ ઉઠે, જાતે તૈયાર થાય, જાતે સ્કુલે પોંહચે.કયારેક ચાલું ક્લાસે બારી ની બહાર, કે દરવાજા પર ચોંટેલી, કેસ્કુલ છુટવા નાં કલાક પહેલાં છુટવા ના ઘંટ ની ઈન્તેજારી કરતાં, કે સ્કુલ છુટવા નોઘંટ વાગ્યા બાદક્લાસરૂમ માં થી બહાર સ્કુલ નાં ગ્રાઉન્ડમાં, અને ગ્રાઉન્ડમાં થી બહાર દોડી જતાં વિધાથીઁઓ ની માનસીક સ્થિતિ પર ગંભીરતા થી વિચારવું જોઈએ.શું આવી સ્થિતિસ્કુલ માં આવવા માટે કરી શકાય?મને યાદ છે, મારીસ્કુલ ના કેટલાક ટીચરો ઘણી વખત વિષય ને એવી રીતે શીખવતા કે આખો ક્લાસ તે માં ખોવાય જતો, જ્યારે પીરીયડ બદલાવા નો ઘંટ પડે ત્યારે જ ટીચર અને અમારીલય અને તન્મયતામાં ભંગ પડતો, અને પીરીયડ બદલાય જવાનો ભારોભાર અફસોસ પણ થતો, કે ..અરે, પીરીયડ પુરો થઈ ગયો એમ થતું. કેટલાંક ટીચરો નાં પીરીયડ ની આતુરતા થીઆખો ક્લાસ રાહ જોતો.
પ્રકુતિ માં જો વૃક્ષ ને જોવા માં આવે તો વૃક્ષ નાં મૂળ માં તમે ગમે તે રેડો, સ્વચ્છ પાણી, ગંગાજળ, કે ગટર નું ગંદુ પાણી, ગમે તે મતલબ ગમે તે.વૃક્ષ નાં મૂળ માં તમે ખાતર નાંખો કે ના નાંખો. પરંતુ, પ્રકુતિ અને, વૃક્ષ ની લાક્ષણીકતા તેનું કામ કરે છે.ગટર ના ગંદા પાણી માં થી પણ વૃક્ષ પોતાને જોયતા જ તત્વો ગ્રહન કરશે. ખાતર નહી હોય તો પણ વૃક્ષ દૂર દૂર સુધી પોતાના મૂળ ને ફેલાવી તે મેળવી લેઇ વૃક્ષ પોતાની વૃધ્ધી અને વિકાશ કરશે જ.ગટર ના ગંદા પાણી થી સિંચાયેલું વૃક્ષ પણ ફળ અને ફુલ તો તમને મીઠા જ આપશે. વૃક્ષ ની એ પ્રકુતિ છે. નિશ્ર્વતમતા છે.જ્યારે માણસો ની બાબત માં આખું વિપરીત છે.તમે જેવું સિંચન કરશો તેવું જ તે ગ્રહન કરી તેવું જ ફળ આપશે. જો બાળક નાં માનસ પર પહેલેથી જ ખોટું ઘડતર થયું, તો તે તે જ રસ્તે આગળ વધશે.કારણ તેના મગજ માં (મૂળ માં) જે પાણી, ગટર નુંકેગંગા નું નાખવામાં આવ્યું છે તે તેને જ પૂરેપૂરું ગ્રહન કરશે.ખાતર નહી નાંખવા માં આવે(સગવડો નહી આપવામાં આવે) તો તે પોતાની મયાઁદા, લાચારી,બીચારાપણું આગળ ધરી મૂળો ને સંકોળી રાખશે. પરંતુ, પોતાના વિકાશ ને મેળવવા હકારાત્મકપ્રયત્નો નહી કરે.બાળક ના ઘડતર માટે મા-બાપની, સ્કુલની, ટીચરોની, સમાજની, સતત જાગૃતા ખુબ જ જરૂરી બને છે.ગાંધીજી નાં કેહવા અનુસાર “ બાળકો ના ઘડતર પર સૌથી વધુ અસર તેના આજુબાજુ નાં વાતાવરણ ની થતી હોય છે.” બાળક ની શીખવા ની જે પ્રક્રિયા છે. બાળકઆજુબાજુ થી જે Information મેળવે છે તેને તે તેની વિચારશક્તિ અને ઇચ્છાશક્તિ પ્રમાણે પરિણામ માં ફળીભૂત કરે છે. આથી બાળક ને માહિતી કેવી, સારી સાચી, કેટલી કેટલા પ્રમાણ માં, કેવી રીતે મળે છે તે ખુબ જ જરૂરી છે. સાથે સાથે તેનાં માં વિચારશક્તિ અને ઇચ્છાશક્તિ પણ પેદા કરી, તે શક્તિઓનો વિકાશ કરવો તે પણ એટલું જ જરૂરી છે.બાળક સૌથી વધારે સમય સ્કુલ માં અને બહાર મિત્રો સાથે પસાર કરે છે. બાકી નો સમય ઘર માં કુંટુબ વચ્ચે પસાર કરે છે. આ સમગ્ર માટે જો આંકાડાકીય દ્રષ્ટીકોણ થી જો જોવામાં આવે તો, મા-બાપ ની જવાબદારી 5 ટકા, ટીચર ની જવાબદારી 5 ટકા, અને આજુબાજુ ના વાતાવરણ, સમાજ ની જવાબદારી 5 ટકા, અને 85 ટકા મહત્વ ની જવાબદારીવિધાથીઁની પોતાની હોય છે.વિધાથીઁને પોતાની85 ટકા મહત્વ ની જવાબદારી નો ખ્યાલ આવવો ખુબ જ જરૂરી છે. તો જ તે સાચું ખોટું સમજી શકશે.તો જ તેપોતાનીઇચ્છા અનુસાર કરી શકશે.જે 85 ટકા વિધાથીઁ ની જવાબદારી છે તેમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત આવી જાય છે. માત્ર હાઈફાઈ ફી ભરી દેવા થી, કોઈ હાઈફાઈ સ્કુલ માં પ્રવેશ મેળવી લેવાથી, કે હાઈ પ્રોફાઈલ ટીચર નું ટુયુશન રાખવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી.જો આ 85 ટકાજવાબદારી વિધાથીઁ સમજી શકે, તેનાં માં વિચારશક્તિ, ઈચ્છાશક્તિ નો વિકાશ થાય તો, માહિતિ મેળવવાની, જ્ઞાન મેળવવાની, રીત પણ બદલાય જાય.
જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત
1) પ્રણિપાત એટલે કે નમ્રતા ( Humility)
2) પરિપ્રશ્ર્ન એટલે કે તકૅબૃધ્ધિ (Reason)
3) સેવાએટલે કે શ્રધ્ધા, વિશ્ર્વાસ, એકાગ્રતા (Faith)

પ્રણિપાત:એટલે કે“નમસ્કાર”, જેની પાસે થી જ્ઞાન મેળવવાનું છે તેની પાસે નમ્રતા પુવૅક,નમસ્કાર કરી જવું. નમસ્કાર નો મતલબ “ જે જેકરવું…, જયશ્રીકિષ્ણ…કહેવું, સ્કુલમાં, ક્લાસમાં ટીચર આવેને ઉભા થઈ ગુડમોનિંગ કહેવું, કે હાઈ.., હલ્લો..કરવું” એવો નથી.“નમસ્કાર” એટલે જ્ઞાની પ્રત્યેનો ઉચ્ચકક્ષા નો આદરભાવ,અને જ્ઞાન મેળવવાવાળા નીનમ્રતા. જ્ઞાની પાસે વિશાળ હ્દય, ખુલ્લા મન અને નમ્રતા પુવૅક જવાનું હોય છે. જો મન પેંહેલેથી જ નકારત્મક વિચારો અને વહેમોથી ભરેલું હશે તો જ્ઞાન પ્રાપ્ત નહી થાય.

પરિપ્રશ્ર્ન: એટલે વાંરવાર પુછાતો પ્રશ્ર્ન.પ્રશ્ર્ન સાથે પેટાપ્રશ્ર્ન (ઉપપ્રશ્ર્ન) હોય છે.જીવન માં તકૅબુધ્ધિ (Reason) અને શ્રધ્ધા(Faith) નો સમન્વય જરૂરી છે.જ્ઞાની પાસેનમ્રતા પુવૅક જવાનું એનો મતલબ એ નહી કે જ્ઞાની જે કહે તે સ્વિકારી લેવું.પરંતુ, જ્યાંસુધી અંદરથી મન, આત્મા માને નહીં, સંતોષ ન પામે ત્યાં સુધી તકૅબુધ્ધિ વો સહારે સત્ય સુઘી પોંહચવું તે જ સાચું જ્ઞાન.

સેવા: અહિં સેવાએ શ્રધ્ધાની અભિવ્યક્તિ છે.

ટુંકમાં,જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત એટલે 1)નમ્રતાથી રસાયેલું ખુલ્લું મન, 2) પ્રશ્ર્નો અને ઉપપ્રશ્ર્નો વડે કેળવાતી કુશાગ્ર તકૅબુધ્ધિ, 3) અંદર ની ઊઁડીશ્રધ્ધામાં તરબોળ એવી જ્ઞાન સાધના.
જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત માં ઉત્તમ ઉદાહરણ માટે કુરુક્ષેત્રના મેદાનમાં બે હાથ જોડી શ્રીકુષ્ણનાં ચરણોમાં બેઠેલાં અજુનને યાદ કરવો પડે,અજુનની બે હાથ જોડી પ્રણિપાત અવસ્થા એ તેની ઉચ્ચકક્ષાનીનમ્રતા છે, શ્રીકુષ્ણ જે કહેશે તે સાંભળવા માટેની વિનમ્રતા સાથેનું ખુલ્લુ વિશાળ હ્દય એ ગીતાજ્ઞાન મેળવવાનું પહેલું પગથીયું છે. પછી જે શ્રીકુષ્ણ અનેઅજુન વચ્ચે જે પ્રશ્ર્નો, પરિપ્રશ્ર્ન, દલિલો, અને ચચાઁ વડે જે અઢાર અધ્યાય રચાયા તેતકૅબૃધ્ધિ અને જ્ઞાન ને જાણવાની ઉત્કુષ્ઠ ઈચ્છા, જીજ્ઞાશા છે.અજુનજાણતો હતો કેશ્રીકુષ્ણ તો ભગવાન છે, છતાં તેને શ્રીકુષ્ણનીવાત સીધેસીધી ન સ્વિકારી લીધી પણ જ્યાં સુધી પોતાનો આત્મા ન માન્યો ત્યાં સુધી તેશ્રીકુષ્ણ સામેપ્રશ્ર્નો, પરિપ્રશ્ર્ન કરતો રહ્યો, મતલબ કોઈ જ્ઞાની કહે અને તેને આંખો મીંચી સ્વિકારી લેવું તેજ્ઞાન પ્રાપ્ત કરવાની બાબતમાં યોગ્ય નથી.અને અંતે, “કરીસ્યે તવ વચનમ્”, માંશ્રીકુષ્ણપ્રત્યેનોઅજુનનો વિશ્ર્વાસ, શ્રધ્ધા નો પરિચય આપે છે.અંતે,શ્રીકુષ્ણની વાત નો સ્વિકાર એ અજુનની અનન્યશ્રધ્ધાની અભિવ્યક્તિ છે.
જ્યારે ગુરુ દ્રોણાચાઁયએ આશ્રમનાં દરવાજેથી પાછો કાઢી મુકેલ એકલવ્ય, એજ ગુરુ દ્રોણાચાઁયની પ્રતિમા આગળનમ્રતાથી, દ્ઢ સંકલ્પ સાથે જ્ઞાન મેળવે છે, ધનુરવિધ્યાનાં જ્ઞાન માટે દરેક તીર ચલાવ્યા બાદ એજ પ્રતિમા સાથેપ્રશ્ર્નો, પરિપ્રશ્ર્ન કરે છે કે પોતે ચલાવેલું તીર સાચું છે કે નહીં, ગુરુ દ્રોણાચાઁયની પ્રતિમા તેને જવાબ આપે છે. અને એ જ એકલવ્ય, કે જે ગુરુ પ્રત્યેની અનન્ય શ્રધ્ધાને કારણે પોતાનો જમણો અંગુઠો કાપી આપી દે છે.
જ્યારે જ્ઞાન આવા સાચા રસ્તે પ્રાપ્ત કરવામાં આવે ત્યારે દુનિયા ને સત્યને જીત અપાવનાર શ્રેષ્ઠ યોધ્ધા અજુન,શ્રેષ્ઠ બાણાવીરએકલવ્ય, અને મહાન વૈક્ષાનાનીક આઈસ્ટાઈન પ્રાપ્ત થતા હોય છે.

બાબુ રાણા
ટ્રસ્ટી શ્રી,
શ્રીજી વિધ્યાલય, અંકલેશ્ર્વર, જી-ભરૂચ.
Date: 23/07/2013.

Advertisements

Read Full Post »