Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2015

Anamat – Condition on 25-08-2015 in Ahmedabad.

– આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે અમારે ત્યાં રોકાણ કરો. Come make in India. ગુજરાત વિકાશનું મોડલ દર્શાવાયું છે. ગુજરાતમાં ગ્લોબલ સુમિત થઈ છે કરોડો ના એમઓયું સહી થયા છે. આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે કે અમારી પાસે યુવાન મેન પાવર છે, બ્રેન પાવર છે. દુનિયાના સૌથી વધુ યુવાનો અમારી પાસે છે. મારા પ્રશ્ર્નો છે ગુજરાતના યુવાનોને ..
શું આવા છે આપણા યુવાનો…? જે બધું જાણવા છતાં અરાજકતા ફેલાવે… , જે વગર વિચારીયે, વગર જાણીએ કોઈ પણ ઉશ્કેરાટમાં આવી ગમે તેવી નેતાગીરીને અનુસરે…, જે જાણે છે કે સરકારી સંપત્તિ એ આપણી સૌની છે એને તેનું નુકશાન એ આપણું નુકશાન છે તેમ છતાં કરોડોનું નુકશાન કરે…, જે જાણે છે કે આવા નુકશાન ની ભરપાઈ આપણા જ વિકાશના કામો અટકાવી કરવામાં આવશે તેમ છતાં સરકારી સંપત્તિને નુકશાન કરે. જે અમદાવાદને આપણે ચીનના રાષ્ટ્રપતિને વિકાશના મોડલ તરીકે બતાવ્યું તે જ અમદાવાદના હાલ આપણે આપણા હાથે કેવા કર્યા…? એના થી દુનિયાને શું સંદેશ જશે..એ આપણે કરતાં પહેલાં વિચાર્યુંતું..?
શું આવી અસલામતીમાં કોઈ વિદેશી રોકાણરાકાર ગુજરાતમાં આવશે.? આપણે વિદેશી રોકાણરાકારોને કેવી રીતે વિશ્ર્વાસ આપીશું…? શું આપણા યુવાનોને ખબર નથી કે આવી ઘટનાઓ થી વિકાશ નથી થતો પણ આપણે ઘણાં વર્ષો પાછળ ઘકેલાય જઈએ છીએ..? નજર સામે આપણા પડોશી રાષ્ટ્રોના ઉદાહરણ છે જ.
શું યુવાનોને ખબર નથી ..? કે હડતાલ, બંધ, રેલીઓ, સરઘસો, હુલ્લડો, તોફાનો..થી કોઈનું ભલું થતું નથી…આપણી પાસે ઈતિહાસ છે જ .., જો ભલું થતું હોય તો માત્ર ગંદી રાજનીતી કરવાવાળાઓનું, ફાયદો થતો હોય તો માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરી લાભ ઉઠાવવાવાળા નેતાઓને.., તેમ છતાં એજ બાબતને વારંવાર દોહરાવાની…એ કેટલે અંશે યોગ્ય છે…? શું યુવાનો એ ક્યારેય વિચારયું છે..?કે આપણે જે કોઈ પણ આવી ને કંઈક કહે છે તો તે કેટલું સાચું છે..?, તે વ્યક્તિ કેટલો સાચો છે..?, પોતાનો અનુભવ..પોતાનું જ્ઞાન .., પોતાનું ભણતર, તેનો ઉપયોગ કરે છે તે જાણવામાં કે હું જે કરું છુ..જેને અનુસરું છું તે સાચું છે કે ખોટું…, તેના થી દેશ ને ફાયદો છે કે નુકશાન..કે પછી બસ વગર વિચારીએ કોઈ પણ આપણો ફાયદો ઉઠાવી જાય..છેતરી જાય તો પણ ખબર ના પડે.વર્ષો લાગ્યા છે આપણા ગુજરાતને આ લેવલે પોહચતા ..આખા દેશમાં રોલમોડલ બનતા ..વર્ષો પછી આપણે આવા પ્રધાનમંત્રી મળ્યા છે …જે એકપણ દિવસ રજા લીધા વગર ..સતત 13 થી 14 કલાક દેશ માટે (એટલે કે આપણાં માટે) કામ કરે છે…, તો આપણે રેલીઓ કાઢીને…, આંદોલનો કરી ને, બંધ પાડીને આપણા ગુજરાતને વર્ષો પાછળ લઈ જવું છે…? શું યુવાનોને ખબર નથી..? કે 12 વર્ષો પછી આપણા ગુજરાતનું ર્ગૌરવ છીનવાય ગયું કે 12 વર્ષ થી ગુજરાતમાં કરફ્યુ નથી લાગ્યો.સ્થિર અને સુશાસિત રાજકીય પરિસ્થિતી ને દોહરાવાથી માત્ર રાજકીય વિરોધ પક્ષોને જ ફાયદો થાય છે ના કે પ્રજા ને. કોઈપણ રાજકીય પ્રશ્ર્નને કાયદાકીય રીતે, સંવિધાનના અનુસાર .., શાંતિ થી ઉકેલી જ શકાય છે.

હું ચોક્કસ હતો અને મને ખબર જ હતી કે આ બાબતનું આ જ પરિણામ આવશે. Now let’s see more about Anamat Andolan future. I am sure below words will become reality in future.
– પહેલાં પણ આંદોલન અનામત કરતાં સરકાર સામે વધું હતું ..કારણ આંદોલનના નેતાઓના ખબર જ નથી કે અનામત કેવી રીતે મળે..,કોણે કોણે મળે.., હવે પોલિસના વર્તણુંક ને મુદ્દો બનાવી લોકોને સરકારની વિરુધ્ધ વધું ઉશ્કેરવામાં આવશે. રાજકીય અસ્થિરતા વચ્ચે કાં તે મુખ્યમંત્રી બદલવામાં આવશે. વોટબેંક ની રાજનીતી થશે…,અથવા 2017માં બીજો કોઈ વિરોધ્ધ પક્ષ સત્તા પર આવશે. એકવાર સરેલું ઉભું કર્યું છે એટલે હવે વટના ગાજરા ખાવા પડે એવી હાલત થઈ ગઈ છે. માટે કોઈપણ રીતે પડતું નહી મુકવામાં આવે.
– આંદોલનના નેતાઓ કહેશે કે આપણે ..,”આપણે સડક થી સંસદ( વિધાન સભા) સુધી જવું પડશે”, ટુંકમાં નવી રાજકીય પાર્ટી બનશે. “અનામત પરિવર્તન પાર્ટી”. વોટોનું વિભાજન થશે એટલે સ્પષ્ટ બહુમત વારી સરકાર કરતાં સીટો વહેચાશે. એટલે પક્ષો એકબીજાના સર્પોટ થી સરકાર બનાવવા વાતાઘાટો ચાલશે પછી સભ્યોની બોલી બોલાશે. APP ના થોડીઘણી સીટો વારા નેતાઓ પહેલાં પ્રજા પર દોષ રોપણ કરશે કે તેમે સ્પષ્ટ બહુમતીના આપી એટલે હવે કંઈ થઈ શકશે નહી. ટુંકમાં અનામત પુરુ. કાં તો ફરી ચુંટણીનું વાતાવરણ સર્જશે અથવા પ્રજા ને કહેશે કે આ પક્ષ આપણે ફાયદો આપશે માટે તેને સર્પોટ કરીએ છે અને અંદર ખાને કરોડોનો સાદો કરશે. ત્યાર પછી વિધાનસભાના સત્રો ચાલશે તો કંઈ કામ થશે…,નહી તો…વારતા રે વારતા….., મજા મજા…..
– અથવા ફરી ચુંટણી કરવી એ તો વાતાવરણ અને સીટો પર થી ખબર પડી જશે..એટલે જો ફરી ચુંટણી કરવામાં ફાયદો નહી હોય તો જે સીટો આવી તેના નેતાઓ મજા લઈ બેસી રહેશે. નહી તો સમર્ગ્ર પ્રજાને કંઈને કંઈ મફતની લાલચ આપી .., સ્પષ્ટ બહુમતમાં આવશે. સ્પષ્ટ બહુમતમાં આવ્યા પછી અને સરકાર બનાવ્યા પછી અનામત ના મુદ્દા માટે કહેશે કે…, સંવિધાન ની રૂપરેખા જોવી પડશે.., સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઇન સમજવી પડશે…, નવું કમીશન બનાવી સર્વે કરાવીશું…,આપણે તો અનામત લાવવું છે પણ વિરોધ્ધ પક્ષ કામ કરવા નથી દેતો …, વિધાનસભાના સત્રો ચાલતા નથી …, ટુંકમાં અનામત બાજુ પર મુકી પાંચ વર્ષ મજા મજા કરી પુરા કરવાના, માલ બનાવવાનો તે અલગ.., અને લાઈફ ટાઈમની નેતાગીરીની પરમીશન. આવા નેતાઓ ને પ્રજાની જરૂર માત્ર સત્તા સુધી પોંહચવા માટે હોય છે…પછી તો પ્રજા ગમે તે કરે પાંચ વર્ષ ફિક્સ. કેટલાંક લોકો પ્રજાને ગુમરાહ કરી પોતાનું પોલિટિકલ કેરીયર બનાવી લેશે. અનામતના નામે પ્રજાને મળશે બાબાજી કા થુલ્લુ….
જો આવું ના હોત તો આજે….
અયોધ્યામાં રામ મંદિર બની ગયું હોત…,
કાળુંનાણું વિદેશ થી પાછું આવી ગયું હોત….
દિલ્હીમાં ફ્રી વાઈફાઈ કામ કરતું હોત.., પાણી ફ્રી મળતું હોત….
ભ્રષ્ટાચારના વિરોધી નેતાઓ સત્તામાં આવ્યા પછી ભ્રષ્ટાચારીઓ સાથે ગઠબંધન ના કરતા હોત …

As per my opinion, solution of problem is ….

– કોઈપણ પક્ષ કે નેતા સત્તામાં આવતા પહેલાં જે મેનીફ્રેસ્ટો રજુ કરે.., જે વાયદાઓ કે વચનો કરે…તેની પુરા કરવાની સમય મર્યાદા નક્કી હોવી જોઈએ. તેનું કાયદેકર એફિવિડેટ બનાવું જોઈએ. સત્તામાં આવ્યા બાદ જો એ સમયમાં એ કામોના થાય એટલે એ પક્ષ પર કે નેતા પર પ્રજા સાથે છેતરપીંડીના ગુનામાં સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને આજીવન કેદની સજા થવી જોઈએ. સામાન્યમાં સામાન્ય વસ્તુ વેચવાવાળા વેપારી સામે છેતરપીંડી બદલ ગ્રહાક સુરક્ષા હેથળ કેસ કરી શકાય પણ સમ્રર્ગ પ્રજા ને છેતરનાર પક્ષ કે નેતાઓ પાંચ વર્ષ સુધી રાજ કરે એ કેવું ? આપણે કોઈ દુકાનમાં થી ઈલેક્ટ્રીક પંખો લાવીએ.., દુકાનદારનુ એ કમિટમેન્ટ હોય છે કે જો આપણે એ પંખાને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપીશું તો એ આપણે ઠંડી હવા આપશે.
પણ પંખો ઘરે લાવીને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપ્યા બાદ પણ એ ના ચાલે…, ઠંડી હવા આપે..એટલે આપણે કાં તો દુકાનદાર ને વલે કરીએ અથવા એ પંખાને કચરામાં ફેકી દઈએ.
લોકશાહીમાં સંવિધાન પણ એમ જ કહે છે કે જો તમે યોગ્ય પક્ષને તમારો કિંમતી વોટ આપશો તેને ચુંટણીમાં જીતાડશો તો એ તેમને સરકાર થકી ..સુશાસન, પ્રગત્તિ, વિકાશ અને પ્રજાના કલ્યાણ ના કાર્યો કરશે. પણ સત્તા પક્ષ એવું ના કરે તો આપણે તેને …કચરામાં ફેકી નથી આવતા કે નથી … લોકશાહીમાં સંવિધાનના માન ભંગ બદલ સુપ્રિમ કોર્ટમાં તેની વલે કરતાં…..

jay hind …., Bharat Mata Ki Jay…..

Advertisements

Read Full Post »

anamat ….? post on 30-07-2015

-એક મહિના પહેલાં 30-07-2015 ના રોજ મેં એક પોસ્ટ પાટીદાર આનામત આંદોલનના નેતાને સંબોધી ફેસબુકમાં કરી હતી ત્યાર બાદ એજ પોસ્ટ પાટીદાર આનામત આંદોલન ના ફેસબુક પેજ પર, તેમજ એ જ પેજના મેસેજ માં કરી હતી. પાટીદાર આનામત આંદોલન ના ફેસબુકમાંથી કોઈ જવાબ તો ના મળ્યો પણ આજે એ પોસ્ટના લખાણનો, શબ્દે શબ્દ વાસ્તવિકતા નું સ્વરૂપ પામી ચુક્યો છે. (કદાચ તે લોકો મને પ્રેક્ટીકલમાં જવાબ આપવા માંગતા હશે અને દુઃખની વાત એ છે કે પાટીદાર આનામત આંદોલન ના ફેસબુકનું પેજ મારા માટે હવે બોલ્ક છે

સ્નેહી શ્રી હાર્દિક પટેલ,
તમે જે આજે સમાજની પ્રગત્તિ માટે જે કાર્ય હાથ ધર્યું છે અને શરૂઆત કરી છે તે માટે આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન. આપ જેવા યુવા નેતા જ સમાજના સાચા માર્ગદર્શક અને ઉદાહરણ બની શકે છે. તમારુ આ નિષ્ઠા પુર્વક આંરભેલું કાર્ય સફળ થાય તેવી શુભેચ્છાઓ.
એક જવાબદાર યુવા નાગરિક તરીકે ઘણાં મનોમથંન બાદ મારા મનમાં કેટલાંક મુદ્દા ઉદભવ્યા છે જેને હું તમારી સમક્ષ ખુલ્લા હ્રદય થી રજુ કરુ છું આમા મારી કોઈની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો ઈરાદો નથી કે નથી કોઈપણ પ્રકારનો વિરોધ. ફકત તટસ્થ રીતે સત્યને સામે મુકવાનો એક નાનકડો પ્રયત્ન માત્ર છે. મારું માનવું છે કે તમારા જેવા યુવા નેતા આ બાબત થી અજાણ તો નહી જ હોવ તેમ છતાં જો તમે નીચેના મુદ્દાને સમજી વિચારી તમને તેમાં જે યોગ્ય લાગે તેવું કંઈક હકારાત્મક પગલું ભરશો.
1- તમારી પ્રોફાઈલ શું છે ? અત્યાર સુધી તમે ક્યાં હતા..?
2- તમને આ પ્રેરણા ક્યાં થી મળી ? એવી તે શું ઘટના બની તમારા જીવનમાં કે તમને આ વિચાર આવ્યો ?
3- તમને અનામત મેળવવાનો વિચાર આવ્યો, પણ સંર્પુણ અનામત જ દૂર કરવાનો વિચાર કેમ ના આવ્યો, અથવા અનામત માત્ર ને માત્ર આર્થીક સક્ષમતાને આધારીત હોવું જોઈએ ના કે જાતી આધારીત.., આંદોલન તેના માટે કરવું એવો વિચાર કેમ ના આવ્યો ?
4- શું તમે એવું વચન આપો છો કે આ આંદોલન એક પણ યુવાન ની આહુતિ વગર સફળ કરી શકશો ?
5- કોઈ પણ હિંસાત્મક કે અરાજકતા ફેલાવ્યા વગર શાંતિ ના માર્ગે વર્ષો સુધી સફળ ના થાય ત્યાં સુધી તેને એજ રીતે શાંતિ ના માર્ગે ચલાવશો ?
6- ભવિષ્ય ની શું બાહેધરી આપો છો કે તમે કોઈ પણ રાજકીય પક્ષના તાબા હેઠળ નહી આવો ? અથવા દિલ્હી કેજરીવાલની જેમ તમે પણ કહેશો કે સત્તામાં આવ્યા વગર કામ ના થાય અને પછી એ રીતે સત્તામાં આવી આપણા મુળ પ્રશ્ર્નને બાજુ પર મુકી દેશો.
7- કે પછી શું તમે આ રીતે સત્તામાં જ આવવા માગો છો ? શુ તમે એ વાતનું વચન આપો છો કે ક્યારેય સત્તાની લાલચ રાખ્યા વગર, કોઈપણ રાજકીય પક્ષમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયા વગર આંદોલનનું નેતૃત્વ જાળવી શકશો ? પછી ચુંટણીના સમયે કોઈ રાજકીય પક્ષ તમને લાલચ આપે કે જો અમે સત્તામાં આવીશું તો અમે તમને અનામત આપીશું અને તમે આખા સમાજની વોટ બેંક નો સોદો કરી દો .., સમાજને સંદેશ આપી દો કે આ જ પક્ષને જ વોટ આપવો અને એ રીતે કોઈ ખોટો પક્ષ સત્તામાં આવી જાય જેના થી સમગ્ર પ્રજા ને નુકશાન થાય એવું નહી થાય તે વાતની બાહેધરી શું ?
8- ભુતકાળ માં નજર કરતાં તમને આવા ઘણાં ઉદાહરણો મળશે.
9- આ પ્રશ્ર્નને રાજકીય લડતના બદલે કાયદાકીય રીતે લડત ચલાવો તો શું વાંધો છે ? તમે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કાયદો બનાવડાવો કે અનામત આર્થીક સક્ષમતા ને આધારીત હોવું જોઈએ નહી કે જાતી આધારીત, કારણ કે જે અનામત માં આવે છે પણ આર્થીક રીતે સંર્પુણ સક્ષમ છે તો પણ તેને અનામતના ફાયદા મળે છે અને જે અનામતમાં નથી અને ખરેખર આર્થીક રીતે સક્ષમ નથી તો પણ તેને અનામતના ફાયદા મળતા નથી, તો તેને આ અનામત ના લાભ મળવા જોઈએ. આ માટેની તમે સાબીતી પુરી પાડો, ઉદાહરણો આપો અને સારામાં સારા વકીલો વડે દલીલબાજી કરી કેસ જીતો.તેના થી જે આર્થીક રીતે સંર્પુણ સક્ષમ નથી પછી ભલે એ કાઈ પણ જાતીનો હોય પણ તેનો વિકાશ થશે. હું લખનાર પોતે અનામત માં આવું છું છતાં આ સત્ય અને તટસ્થ બાબતને મારો સંર્પુણ ટેકો છે અને આ રીતે કાયદાકીય રીતે લડત થી ન્યાય માંગો તો કોઈ ઉપર બતાવેલા કોઈ પણ નકારત્મક પરીણામો થી દૂર રહી સાચી રાહે ન્યાય મેળવી સમાજનું કલ્યાણ કરી શકાશે. કાયદાકીય રીતે પરીણામ જલદી મળશે, પણ રાજકીય રીતે કેટલી રેલીઓ કાઢવી, કેટલી સભાઓ ભરવી, કેટલાં આંદોલનો કરવા અને કેટલાં સમય સુઘી કરવા, લાંબા સમયનાં અંતરે મુળ મુદ્દો વિસરાય જાય તેવું પણ બની શકે. રાજસ્થાનમાં ગુજ્જર સમાજનું ઉદાહરણ છે ..કેટલા વર્ષો થી આંદોલન ચલાવે છે અને શું પરીણામ મળ્યું છે અને આંદોલન દરમ્યાન જે જાહેર મિલકતને નુકશાન પહોચાડાય છે અને પ્રજા જે હાલાકી ભોગવે છે તેમજ તેનો આર્થિક ભાર પરોક્ષ રીતે સામાન્ય પ્રજા પર ટેક્ષનાં સ્વરૂપમાં જ આવે છે. હજુ આપણે પહેલી જ રલી કાઢી છે .., આગળ શું આજ રીતે સરકારી અને જોહર મિલકતને નુકશાન વાળું જ અરાજકતા ફેલાવવા વાળું જ આંદોલન થશે ? જ્યારે અત્યારે આખી દુનિયામાં આપણે વિકાશ ના પથ દર્શક છીએ તેવા સમયે આ બાબત કેટલાં અંશે યોગ્ય છે ? ? ? ? ? ? ? ?

શુભેચ્છા સહ
– એક જવાબદાર યુવા નાગરીક તરફ થી

Read Full Post »